આપણું ગુજરાત

વડોદરા બોટ દુર્ઘટના હરણી તળાવના બોટકાંડનો મુદ્દો વિધાનસભામાં ગાજશે: જાણો કૉંગ્રસનો સરકારને ઘેરવાનો પ્લાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ગુરૂવારથી પ્રારંભ થયો હતો. જોકે હાલમાં જ વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબી જવાની દુર્ઘટના બની હતી. આ ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકો સહિત ૧૪ લોકોના થયા હતા ત્યારે આ વિધાનસભા સત્રમાં કૉંગ્રેસ હરણી તળાવ બોટ કાંડને મુદ્દો બનાવશે સાથે જ મોંઘવારી અને બેરોજગારી મામલે વિધાન સભામાં સરકારને ઘેરવાનો વ્યૂહ કૉંગ્રેેસે બનાવ્યો છે. ૧૫મી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે આ વખતે આ બજેટ સત્ર જોરદાર રહેવાનું છે. કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ૧૫૬ સાથે જીતેલી આ સરકાર સારું બજેટ આપે તેવી અપેક્ષા છે. યુવાનો બેરોજગાર છે, ભ્રષ્ટાચાર છે તે બાબતે ચર્ચા થાય તે જરૂરી છે. પ્રજાના ચૂંટયાલે પ્રતિનિધિઓને પુરતો સમય મળે તેવી પણ અપેક્ષા છે કૉંગ્રેસ મજબુતાઈથી લોકોના પ્રશ્ર્નો સત્રમાં ઉઠાવશે. બાજુના રાજ્યમા ૪૫૦ મા ગેસનો બાટલો મળશે પણ ગુજરાતમા નથી મળતો. દારૂ ડ્રગ્સથી યુવા ધન બરબાદ થયુ છે તે બાબતે પણ પ્રશ્ર્ન ઉઠાવીશું. કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતુ કે, યુવાઓને રોજગારી મળે, ખેડૂતોને પાક વીમો મળે, તેમની મુશ્કેલીઓ દૂર થાય, માછીમરોના પ્રશ્ર્નો મુદ્દે ચર્ચા કરીશું. કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડોદરાનો બોટકાંડ, તોડકાંડ મામલે વિધાનસભામાં અવાજ ઊઠાવીશું. દેશમાં સરકારની એજન્સીઓ સરકારનો હાથો બની રહી છે તે મામલે પણ અવાજ ઉઠાવશે. કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પક્ષના ધારાસભ્યો તૈયારી સાથે આવ્યા છે. ભાજપની નીતિ સામે લડાઈ છે. ગુજરાતમાં નકલી કાંડ ચાલી રહ્યો છે ત્યારે નકલી સામે અસલીની લડાઈ છે. દિવસેને દિવસે કાયદાની સ્થિતિ બગડી રહી છે. ભરતીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિનો અમારો વિરોધ છે. ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારીના પ્રશ્ર્નો ઉઠાવીશું. રાજસ્થાનમાં સસ્તો ગેસનો બાટલો મળે તો ગુજરાતમાં કેમ નહીં, ગુજરાતના લોકોએ પણ મત આપ્યા છે. ૧૫ છીએ પણ ૧૫૬થી પણ વધુ મજબૂત છીએ. જૂનાગઢ તોડકાંડ, ગૌચરની જમીન પર ભૂ માફિયાઓનો કબ્જો, સરકારની જમીનો પર માફિયાઓનો કબ્જો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…