આપણું ગુજરાત

રંજનબેન ભટ્ટની ટિકિટને લઈને ખટરાગ, વિરોધ કરતાં ભાજપે વડોદરાના પૂર્વ મેયરને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ

વડોદરા: Loksabha Election 2024 Vadodara: લોકસભાની ચૂંટણીની જાહેરાત હવે ગમે ત્યારે થઈ શકે છે. તે અગાઉ ભાજપે પોતાના ઉમેદવારોની બે યાદી પણ જાહેર કરી દીધી છે. ભાજપ તરફથી દેશની વિવિધ બેઠકો પર પોતાના 267 ઉમેદવારો જાહેર કરી ચૂક્યા છે. જેમાંથી ગુજરાતના ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. પરંતુ વડોદરા બેઠકને લઈને ભાજપની અંદર જ વિરોધના વંટોળ ચગ્યા છે. સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટને (Ranjanben Bhatt, vadodara) ટિકિટ મળવા પર વિરોધ જોવા મળ્યો હતો.

ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ (Dr. Jyotiben Pandya, vadodara) રંજનબેનની ઉમેદવારીને લઈને વિરોધ કર્યો હતો. તેને સતત ત્રીજી વાર ઉમેદવાર બનાવવા પર તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને પાર્ટીએ જ્યોતિબેન પંડયાને સસ્પેન્ડ કરી દીધા છે. જો કે ભાજપ તરફથી કોઈ કારણ દર્શવવામાં આવ્યું નથી.

આપને જણાવી દઈએ કે વડોદરાના પૂર્વ મેયર અને વર્તમાન રાષ્ટ્રીય મહિલા મોર્ચાના ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડયાનું નામ આ વખતે સાંસદ ઉમેદવારના દાવેદાર તરીકે હતું. જેમાં ભાજપની ઉમેદવારોની બીજી યાદીમાં સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું નામ બહાર આવ્યું હતું. જેને લઈને જ્યોતિબેન અકળાયા હતા અને પક્ષ સામે મોરચો માંડી દીધો અને જોરદાર પોતાનો વિરોધ નોંધાવ્યો.

જ્યોતિબેન પંડ્યા ગુજરાત મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. તે લોકસભા ચૂંટણી માટે રચાયેલા ક્લસ્ટરની પ્રભારી હતી. તે ત્રણ લોકસભા સીટોના ​​ક્લસ્ટર ઈન્ચાર્જ હતા. પોતાનો વિરોધ નોંધાવતાં કહ્યું કે ‘શા માટે અન્ય કાર્યકર્તાઓને ચાન્સ આપવામાં આવ્યો નથી અને સતત ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી રહી છે?’ જો કે જ્યોતિબેન પંડ્યા પાર્ટી માંથી પોતાનું રાજીનામું આપી ડે તે પહેલા જ પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા.

પૂર્વ મેયરે કહ્યું કે ‘મને પાર્ટી નેતૃત્વ કે પાર્ટીની વિચાર ધારાથી કોઈ જ વાંધો નથી, પરંતુ મને એ નથી સમજાતું કે પાર્ટીની એવી તો શું મજબૂરી છે કે રંજન ભટ્ટને ત્રીજી વાર ટિકિટ આપવી પડે છે. પત્રકારો સાથે વાત કરતાં તેને જણાયું કે ‘સુરત, અમદાવાદમાં વિકાસ થયો છે પરંતુ તેના પ્રમાણમાં વડોદરા ઘણું પાછળ રહી ગયું છે. સાંસદે શહેર માટે શું કર્યું ? હું વર્ષોથી પાર્ટીમાં સકહત મહેનત કરું છું. આશા હતી કે લોકસભાની ટિકિટ મેળવવાની દોડમાં સામેલ છું’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button