આપણું ગુજરાત

‘જે વૉર્ડમાંથી મત મળ્યા છે ત્યાં જ કામો માટે પ્રાથમિકતા” વડોદરા ભાજપ પ્રમુખનું વિવાદિત નિવેદન

વડોદરા: દેશમાં ભાજપને નિરાશાજનક સફળતા મળી છે અને NDA સાથે મળીને સરકાર બનાવી છે. આ સમયે વડોદરા શહેરના ભાજપ પ્રમુખ વિજય શાહના નિવેદને ભારે વિવાદ સર્જ્યો છે. તેમણે શહેરના નવનિર્મિત સાંસદ ડૉ. હેમાંગ જોશીના અભિવાદન સમારોહમાં નિવેદન આપતા જે વૉર્ડમાંથી મત નથી મળ્યા ત્યાં કામ નહિ કરવાની વાત કરી હતી. જો કે તેમના આ નિવેદને પાર્ટીમાં અંદરોઅંદર ડખા ખડા કરી દીધા હતા. સૌનો સાથ સૌનો વિકાસ કરનારી પાર્ટીના નેતાના નિવેદને ‘જેમનો સાથ તેમનો વિકાસ’ની વાત કરતાં વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો: વડોદરામાં આવાસ યોજના હેઠળ મુસ્લિમ મહિલાને ફ્લેટ ફાળવવામાં આવ્યો, સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો

વિજય શાહે સલાહ આપતા જણાવ્યું હતું કે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભાજપને સતત ટેકો આપનાર વોર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવાઆ જણાવ્યું હતું. આપણે જોયું છે કે 2019, 2020 ની કોર્પોરેશનની ચૂંટણી હોય, 2022 ની વિધાનસભા ચૂંટણી હોય કે 2024 ની લોકસભાની ચૂંટણી હોય આપણને અમુક જ ક્ષેત્રમાંથી મત મળે છે. રામપુરા વિધાનસભા પરથી આપણને મત નથી મળતા અથવા ખૂબ જ ઓછા મળે છે.

તેમણે કહ્યું હતું કે અમૂક બુથ પરથી આપણને ખૂબ જ ઓછા મત મળ્યા છે. ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એ કયા વિસ્તારોને કામ માટેની પ્રાથમિકતા આપવી એ વિચારવાનો હવે સમય આવી ગયો છે. અમારા બજેટના પૈસા એવા વિસ્તારો પાછળ ન વાપરો કે જ્યાંથી દસ-પંદર વર્ષથી મતો નથી મળ્યા. જો કે વિજય શાહના નિવેદનથી ભાજપે અંતર બનાવી લીધું હતું.

આ પણ વાંચો: બંગાળથી ચૂંટણી જીતનાર Yusuf Pathan પર વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકીએ કરી વિવાદીત ટિપ્પણી

માંજલપુરથી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ કહ્યું હતું કે વડોદરાના ભાજપ અધ્યક્ષનું નિવેદન માનવું એ કાર્યકરો માટે ફરજિયાત નથી. આ તેમની અંગત વિચારધારા હોય શકે છે અને તેના આધારે તેમણે આવું નિવેદન આપ્યું હોય એવું બની શકે. તેમના આ નિવેદનથી હું સહમત નથી, જ્યારે જનપ્રતિનિધિ તરીકેની શપથ લઈએ છીએ ત્યારે જાતિ, પંથ કે ધર્મના ભેદભાવો ન રાખવા જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા