આપણું ગુજરાત

ગુજરાતમાં બે દિવસમાં ઈમરજન્સી કોલની ભરમારઃ 8400થી વધુ કેસ

અમદાવાદમાં સૌથી વધારે તો ડાંગમાં સૌથી ઓછા કેસ નોંધાયા

અમદાવાદઃ ગુજરાતભરમાં બે દિવસ ઉત્તરાયણ પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ દરમિયાન 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસમાં ઉત્તરાયણના બે દિવસ દરમિયાન 8400થી વઘુ ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાં પડવાથી અને દોરી વાગવાથી 219 જેટલા કેસ નોંધાયા હતા. જો કે સૌથી વધુ 200 જેટલા કેસ માત્ર દોરી વાગવાને લીધે નોંધાયા હતા. ઉત્તરાયણના એક જ દિવસમાં 4948 કુલ ઈમરજન્સી કેસ નોંધાયા હતા.

14મી જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે સમગ્ર રાજ્યમાં કુલ 4948 ઈમરજન્સીના કેસ નોંધાયા હતા, જે સામાન્ય દિવસો કરતા 30 ટકા જેટલા વધારે છે. 4948 કેસ પૈકી સૌથી વધુ પ્રેગનન્સી (સંબંધિત 917), નોન વ્હિકલ (1136), વ્હિકલ ટ્રોમા (1020)ના ઈમરજન્સી કોલનો સમાવેશ હતો.

આ ઉપરાંત, તાવના 91, શ્વાસની સમસ્યાના 338, પેટમાં દુખાવાના 416, હૃદય સંબંધીત સમસ્યાના 226, વાઇ આવવાના 123, અન્ય શારીરિક સમસ્યાના 447 તેમજ અન્ય ઈમરજન્સીના 149 કેસ નોંધાયા હતા. નોન વ્હિકલ ટ્રોમાના 1136 કેસોમાં જુદી જુદી રીતે પડી જવાના 390 અને દોરી વાગવાથી માંડી અન્ય જોખમી વસ્તુ વાગવા સહિતના 203 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો : રાજ્યમાં ઉત્તરાયણમાં 22 લોકોના મૃત્યુ, અમદાવાદ એરપોર્ટ પરથી 7000 પતંગ પકડવામાં આવી

ઉત્તરાયણના બીજા દિવસે 15મી જાન્યુઆરીએ સમગ્ર રાજ્યમાં કુલ 3486 ઈમરજન્સી કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વઘુ 731 કેસ નોંધાયા હતા. જ્યારે ડાંગ જિલ્લામાં સૌથી ઓછા 22 ઈમરજન્સી કેસ નોંધાયા હતા.

108 ઈમરજન્સી સર્વિસમાં રોજ કરતા 14મીએ 470 કોલ વધુ આવ્યા હતા. જ્યારે પશુઓની અડફેટે આવવાથી 19 લોકો ઈજાગ્રસ્ત ખયા હતા. સામાન્ય દિવસો કરતા ઉત્તરાયણે નોન વ્હિકલ ટ્રોમાના કેસ 192.78 ટકા વધ્યા હતા. જિલ્લાવાર 108 ઈમરજન્સીના કેસોમાં 14મીએ અમદાવાદમાં સૌથી વધુ 1050 કેસો નોંધાયા હતા, જે સામાન્ય દિવસો કરતા 43 ટકા વધુ હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button