સાબરકાંઠા

રવિવાર બન્યો રક્તરંજિત, બે સ્પોર્ટ્સ બાઇક સામ સામે અથડાતાં 4 યુવકોનાં મોત

Gujarat Accident News: સાબરકાંઠા જિલ્લાના પોશીના નજીક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માત પોશીનાના લાંબડીયા-કોટડા માર્ગ પર નવા મોટા ગામ પાસે સર્જાયો હતો. ઘટનામાં 4 યુવકોનાં મોત થયા હતા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે આવીને વધુ તપાસ હાથ ધરી હતી.

સાબરકાંઠાના પોશીના નજીક લાંબડીયા રોડ પર નવા મોટા ગામ પાસે બે સ્પોર્ટ્સ બાઇક સામે-સામે ધડાકાભેર ટકરાતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નીપજતાં આ અકસ્માતમાં ચાર યુવકોને જીવ ગુમાવ્યો હતો.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માતમાં ચાર જુવાનજોધ યુવકોએ જીવ ગુમાવતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

આ પણ વાંચો…દારૂ બંધીના ઉડ્યાં લીરે લીરાઃ અમદાવાદના સિંધુભવન રોડ પર નબીરાઓએ કરી ખુલ્લેઆમ પાર્ટી

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે જ સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જીપમાં 40 જેટલાં શ્રમિકો મુસાફરો ઈડરથી મજૂરીકામ પતાવીને ઘરે પરત ફરતી વખતે અકસ્માતની ઘટના બની હતી. જ્યારે અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનામાં 15 જેટલા લોકોને ઈજા પહોંચતા સરવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button