સાબરકાંઠા

સાબરકાંઠામાં પરિવારના પાંચ સભ્યએ ઝેર પીધું, માતા-પિતાના મોત, સંતાનો સારવાર હેઠળ

વડાલીઃ ઘરની આર્થિક સ્થિતિ કે પછી બીજા કોઈ કારણસર સાબરકાંઠાના વડાલીમાં એક જ પરિવારના પાંચ સભ્યએ ઝેર ગટગટાવી લેતા ગામમાં ખળભળાટ મચી ગયો છે. માતા-પિતા અને ત્રણ સંતાનને એકસાથે ઝેર પી લીધા બાદ ગઈકાલે પિતા અને આજે માતાએ દમ તોડ્યો છે જ્યારે સંતાનોની સરવાર ચાલી રહી હોવાની માહિતી મળી છે.

વડાલીમાં પાંચ જણના આપઘાતથી શોક પ્રસરી ગયો છે. પરિવારે અચાનક આવું પગલું શા માટે ભર્યુ તે અંગે હજુ કોઈ માહિતી નથી. અહીં રહેતા 44 વર્ષીય મોહન જુંડાળા અને તેમનો પરિવાર કઈ મુશ્કેલીમાં હતા અને આ પ્રકારે ત્રણ સંતાનોનો જીવ લેવાનું માતા-પિતાને કઈ રીતે સૂઝ્યું તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી.

આપણ વાંચો:  રાપરના આડેસરમાં હિસ્ટ્રીશીટરની અવૈધ હોટલ તોડી પડાઈ

સમગ્ર પરિવારે ઝેર પી લીધાની માહિતી મળતા પોલીસ દોડી હતી અને તેમામને ઈડર ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી કમનસીબે માતા-પિતાનું મોત થયું છે જ્યારે બાળકો બચી ગયા છે અને સારવાર લઈ રહ્યા છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button