સાબરકાંઠા

સાબરકાંઠામાં પણ ડિંગુચા જેવો કેસઃ ફરી એક પરિવાર ગેરકાયદે અમેરિકા જવા નીકળ્યો અને…

ગેરકાયદે અમેરિકા ગયેલા અને ટ્રમ્પ સરકાર દ્વારા હાથકડી પહેરાવીને ભારત પરત મોકલવામાં આવેલા ભારતીયોના કિસ્સા આપણે રોજ સાંભળીયે છીએ. આ પરત આવનારાઓમાં ગુજરાતીઓની પણ નોંધપાત્ર સંખ્યા છે.

કોઈ પણ દેશમાં ગેરકાયદે રીતે જવું તે જેતે દેશના કાયદા પ્રમાણે ગુનો બનતો હોય છે. ભારતમાંથી પણ દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ગેરકાયદે અમેરિકા જવા માટે જીવનું જોખમ ખેડતા હોય છે. આવી રીતે જવામાં રસ્તામાં અનેક અડચણો પણ આવતી હોય છે. કડીના ડિંગુચાનો કેસ બન્યા પછી પણ લોકો ગેરકાયદે જવા માટે તત્પર જ રહે છે. એટલું જ નહીં પરંતુ આમ ગેરકાયદે જવા માટે એજન્ટને કરોડો રૂપિયા પણ આપે છે.

અમેરિકા જવા માટે જમીન વેચી એજન્ટને દોઢ કરોડ આપ્યાં
કડીના ડિંગુચા જેવી જ ઘટના ફરી બની છે. ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળેલા સાબરકાંઠા જિલ્લાના પરિવાર બની હોવાનું પ્રકાશમાં આવી છે. સાબરકાંઠાના એક યુવકે અમેરિકા જવાની ઘેલછામાં પોતાની જમીન વેચી અને વૃદ્ધ માતાને એકલી મૂકીને પત્ની અને બાળક સાથે અમેરિકા જવા માટે નીકળે છે. પરંતુ તેને ક્યાં ખબર હતી કે હવે ક્યારેય ફરી પાછું આવવાનું જ નહીં થાય!

હોસ્પિટલમાં સારવાર માટે 2200 ડોલર રૂપિયાની ફી આપવી પડી
સાબરકાંઠાના મોયડ ગામના પરિવાર માથે અત્યારે પહાડ તૂટી પડ્યો છે. કારણ કે, સાબરકાંઠાનો યુવક 2024ના નવેમ્બર-ડિસેમ્બરમાં પોતાના પત્ની અને સગીર પુત્રને લઈને ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે નીકળ્યો હતો, પરંતુ વચ્ચે જ તેની તબિયત લથડી જતા તેનું મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે આ પરિવારે ગેરકાયદે અમેરિકા જવા માટે એજન્ટને દોઢ કરોડ રૂપિયા આપ્યાં હતા. અમેરિકા જઈ રહ્યાં હતા ત્યારે વચ્ચે તબિયત લથડતા તેને માનાગુઆની હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. અહીં પણ તેને 2200 ડોલર રૂપિયાના ફી આપવી પડી હતી. તેમ છતાં પણ તે જીવી ના શક્યો!

આ પણ વાંચો…શેર માર્કેટમાં પાયમાલ થયેલો ઘરનો જ સભ્ય નીકળ્યો શિક્ષક દંપતીનો હત્યારો

અનેકે જીવ ગુમાવ્યો છતાં ડોલરની ઘેલછા ઘટી નહીં!
અત્યારે સાબરકાંઠામાં મોયડ ગામમાં પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. યુવકના ગામમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. પરંતુ ઘરે માતાને ચિંતાએ વાતની છે કે, યુવકની પત્ની અને બાળક પાછા આવશે કે કેમ? કરોડો રૂપિયા આપવા છતાં પણ પરિવારે પોતાનો દીકરો ગુમાવી દીધો છે. મહત્વની વાત એ છે કે, આવું કઈ પહેલીવાર નથી બન્યું! આ પહેલા પણ અનેક પરિવારે પોતાના પરિજનો ગુમાવ્યાં છે. તેમ છતાં પણ અત્યારે લોકોમાં આમ ગેરકાયદે રીતે અમેરિકા જવાની ઘેલછા વધી જ રહી છે. અમેરિકા સરકારે પણ આકરો નિર્ણય લીધો અને ત્યાં ગેરકાયદે રીતે આવેલા લોકોને પાછા મોકવાનું શરૂ કરી દીધું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button