સાબરકાંઠા

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં 14 બાળકોના મોત

ગાંધીનગર: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના (Chandipura Virus) કેસોથી ફફડાટ છે. હાલ વાયરસના વધી રહેલા સંક્રમણના પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. પરંતુ આ દરમિયાન ચાંદીપુરા વાઈરસના લીધે થયેલ મૃત્યુઆંક 14 સુધી પહોંચી ચૂક્યો છે. હાલ ગુજરાતના ચાર જિલ્લાઓમાં આ વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આ વાયરસના કુલ 26 શંકાસ્પદ કેસો નોંધાયા છે. જેમાંથી માત્ર 1 જ કેસ કન્ફર્મ થયો છે.

આ પણ વાંચો: આ જગ્યાએ નોંધાયો હતો ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ, જાણો તેના લક્ષણો

ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં સામે આવેલા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર ચાર જિલ્લામાં ફેલાયો હોવાની માહિતી સાંપડી છે. જેમાં આ જિલ્લાઓમાં અત્યાર સુધી સત્તાવાર રીતે 26 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જો કુલ સત્તાવાર રીતે આજે મૃત્યુઆંક 14 સુધી પહોંચી ચૂક્યો છે. જ્યારે રાજસ્થાનના બે કેસ છે અને એમાથી 1 બાળકનું મોત થયું છે અને મધ્યપ્રદેશમાં એક બાળકની સ્થિતિ હાલ સ્થિર છે.

ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસમાં થયેલ મોતમાં સૌથી વધુ મોત અરવલ્લીમાં કે જય ત્રણ બાળકોના મોત થયા છે. જેમાંથી એક કેસ કન્ફર્મ ચંદિપુરા વાયરસનો છે. જ્યારે સાબરકાંઠા, મોરબી અને રાજકોટ ત્રણે જિલ્લા બે-બે બાળકોના મોત થયા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, સુરેન્દ્રનગર અને ખેડામાં એક એક બાળકોના મોત થયા છે.

આજે ગાંધીનગર જિલ્લામા વધુ એક ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. દહેગામના અમરાજી મુવાડા ગામથી ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. સાત વર્ષના બાળકમાં લક્ષણ જોવા મળ્યા છે.બાળકને તાવ ખેંચ સાથે મગજના તાવની અસર છે. બાળકને સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયો છે. રાજ્યમાં સૌ પ્રથમ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે જૂનથી અત્યાર સુધીમાં 14 જેટલા બાળકોના મોત થઈ ચૂક્યા છે ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને આ અંગે સાવચેતી રાખવા અપીલ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button