પાટણમાંથી રૂ. 6.35 લાખની કિંમતનું 1059 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું…

પાટણઃ ઘી બજારમાંથી પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. પાટણ એસોજી પોલીસઅને પાટણ ફૂડ વિભાગે મોદી ભાવેશભાઈ ની પેઢીમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં પેઢીમાં શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પેઢીમાંથી અલગ અલગ બ્રાન્ડ ઘીના સેમ્પલ લીધા હતા. અધિકારીઓએ 1059 કિલો ઘી કિંમત રૂપિયા 6,35,400 અને 86 કિલો તેલ કિંમત રૂપિયા 16, 770 નો મુદ્દા માલ સીઝ કર્યો હતો. અલગ અલગ વજન ના કુલ 124 ઘીના ડબ્બા તેમજ તેલ ડબ્બામાંથી સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલ્યા હતા.
Also read : Gujarat Weather: રાજ્યમાં પવનોની દિશા બદલાતા થઈ રહ્યો છે મિશ્ર ઋતુનો અનુભવ…
પાટણ એસઓજી પોલીસ અને ફૂડ વિભાગને ઘી અને તેલમાં ભેળસેળ થઈ રહી હોવાની મળેલી બાતમીના આધારે એસોજી પોલીસ અને પાટણ ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં પેઢીમાં શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો મળી આવ્યો હતો. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં મોટી કાર્યવાહી કરાઈ છે. જેમાં એક વર્ષમાં 265થી વધુ અલગ-અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. 362 ટનથી વધુ અખાદ્ય વસ્તુઓના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા આગામી દિવસોમાં પણ રેડ યથાવત રાખવામાં આવશે અને જે વેપારીઓ ભેળસેળ કરીને માલ વેચે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
Also read : સરકારી વાહનમાં કુંભમેળાની યાત્રાનો મુદ્દો કઈ દિશામાં? મેયરે આપ્યું નિવેદન

થોડા દિવસો પહેલાં બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જી.આઇ.ડી.સી. સ્થિત આલીયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુકત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક માન્ય પરવાના વગર પનીરનું માન્ય ના હોય તેવા ઘટક તત્વો જેવા કે પામોલિન તેલ, નોન ફૂડ ગ્રેટ એસિટિક એસિડનો પનીર બનાવવા ઉપયોગ કરતા હોવાનું જણાયું હતું.