પાટણના સિદ્ધપુર નજીક મોડી રાત્રે ખાનગી બસ પલટી, 14 મુસાફરોને ઈજા પહોંચી…

સિદ્ધપુર : ગુજરાતના પાટણના સિદ્ધપુર ખળી ચાર રસ્તા નજીક પૂર ઝડપે આવતી ખાનગી બસ અચાનક પલટી હતી. જેના લીધે તેમાં સવાર 14 મુસાફરોને ઈજા પહોંચી હતી. આ અકસ્માત મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. જોકે, અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
બસ ડિવાઈડર પર ચડતા પલટી મારી
આ અંગે મળતી માહિતી મુજબ જોધપુરથી સુરત જતી ખાનગી બસને પાટણના સિદ્ધપુરમાં ખળી ચાર રસ્તા પાસે અકસ્માત નડ્યો હતો. આ ઘટના ગત મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં પૂરઝડપે આવતી ખાનગી બસે અચાનક મારી પલટી મારતા દુર્ઘટના ઘટી હતી. ખાનગી બસમાં સવાર 14 મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જેમાં બસ ડિવાઈડર પર ચડતા પલટી મારી હતી.આ અંગે મુસાફરે જણાવ્યું હતું કે, બસ પૂરઝડપે ચાલી રહી હતી.
4 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ
જોકે, અકસ્માત થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ ઈજાગ્રસ્તોને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કુલ 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાં 4 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આપણ વાંચો : સાયલા-ચોટીલા હાઈવે પરના ઢેઢુકી ટોલનાકા નજીક 3 વાહન ટકરાયા, 8 કિલોમીટર સુધી વાહનોની લાગી કતાર