પાટણ

પાટણ એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડમાં 4 વિદ્યાર્થી સહિત 6 લોકો સામે ફરિયાદ

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુ ગાજેલા અને વિધાનસભામાં રજુ થયેલા એમબીબીએસ પુનઃ મુલ્યાંકન ગુણ સુધારણા કૌભાંડ મામલે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત રાત્રે વી સી તેમજ રજીસ્ટારે ફરિયાદ નોંધાવી હતી. ચાર વિદ્યાર્થી સહિત બે કર્મચારી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે તત્કાલીન વી સી જે જે વોરાનું એફ આઈ આરમાં નામ નહીં હોવાથી અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે.

Also read: Gujarat માં બે વર્ષમાં ગેરકાયદે ખનન વિરુદ્ધ કડક કાર્યવાહી, રૂપિયા 309.25 કરોડની વસુલાત

પટેલ પરિમલ અરવિંદભાઈ ,મહેશ્વરી પાર્થ અશોકભાઈ, કોડીયાતર રાજદીપ નાનજીભાઈ, કનુભાઈ ચૌધરી, દિવ્ય મહેશભાઈ પટેલ, ઉદય કુમાર રમેશભાઈ ઓઝાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે 2018માં એમ બી બી એસના ચાર વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલી ગુણ સુધારવાનો મામલો બહાર આવ્યો હતો. આ મુદ્દો છેલ્લા 5 વર્ષથી ચર્ચામાં હતો.

વર્ષ 2018ની પરીક્ષામાં થયેલી ગેરરીતી વર્ષ 2020માં બહાર આવ્યા બાદ સ્થાનિક બે તપાસ, સચિવ અને CID ની તપાસમાં કૌભાંડ સાબિત થયું હોવા છતાં હવે ચાર વર્ષના અંતે યુનિવર્સિટી ફરિયાદ કરવા માટે તૈયાર થઈ હતી.આ કૌભાંડમાં દોષિતો સામે કાર્યવાહી કરવામાં આટલો વિલંબ કેમ કરાયો તેનાં અગે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે.

યુનિવર્સિટીમાં એમબીબીએસના વિદ્યાર્થીઓને રીએસેસમેન્ટમાં નાપાસ માંથી પાસ કરવાના કૌભાંડમાં સરકાર કે યુનિવર્સિટી ફરિયાદના નોંધાવતા ધારાસભ્ય કિરીટ પટેલ હાઇકોર્ટમાં ગયા હતા. જે અનુસંધાને યુનિ.દ્વારા નિર્ણય માટે 17 માર્ચે કારોબારીમાં નિર્ણય કરવાનો હોય મુદત માગતા કોર્ટે નિર્ણય લેવા માટે યુનિવર્સિટીને 20 માર્ચ સુધીની મુદત સાથે જો નિર્ણય નહી લેવાય તો કોર્ટ નિર્ણય કરશે તેવું સૂચન કર્યું હતું.

Also read: Gujarat માંથી વિદેશ જવાની ઘેલછા ભારે પડી, સબંધીએ જ લગાવ્યો 20.46 લાખનો ચૂનો

સોમવારે કારોબારી બેઠકમાં મુદ્દો મૂકી યુનિવર્સિટી દ્વારા રજીસ્ટ્રાર મારફતે ફરિયાદ નોંધવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સીઆઇડીએ 2022 માં 500 પેજનો તપાસ રિપોર્ટ સોંપી ફરિયાદ નોંધવા માટે અભિપ્રાય આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button