એકસ્ટ્રા અફેરપાટણ

પાટણના કોંગી ધારાસભ્યની માંગ મંજૂર ; નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતને આપવા મુખ્યમંત્રીનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે, તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે. ઉત્તર ગુજરાતનાં પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે આજે જ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી નર્મદાનું પાણી પૂરું પાડવા માગણી કરી હતી

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ 952 તળાવોને જુદીજુદી 13 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે મુખ્યમંત્રીના દિશાદર્શનમાં આગોતરું આયોજન કર્યું છે. હાલ આ પાઈપ લાઈનો દ્વારા 1 હજાર ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ તળાવોમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે તે ક્રમશ: વધારીને 2400 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને ઉત્તર ગુજરાતના આ તળાવોમાં આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે.

નર્મદા ડેમ -છલ ..છ્લો .. છ્લ ના આરે
મધ્ય પ્રદેશના જળાશયોમાંથી પાણીની ધરખમ આવક થતા સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને ચોમાસાની સિઝનમાં પહેલીવાર 135 પોઈન્ટ 26 મીટરે પહોંચી છે. ઉપરવાસથી 3,09,769 ક્યુસેક પાણીની આવક થતા સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો છે. રાજ્યના કુલ 207 પૈકી 49 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. સૌરાષ્ટ્રના 35, તો કચ્છના છ જળાશયો છલોછલ ભરાયા થયા છે. દક્ષિણ ગુજરાતના સાત અને અને મધ્ય ગુજરાતનો એક ડેમ હાઉસફુલ છે. ઉપરવાસથી પાણીની આવક થતા રાજ્યના 89 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 62 જળાશયોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ચાલો પીએમ મોદીનું સપનું સાકાર કરીએઃ ગુજરાતમાં મનસુખ માંડવિયાએ યુવાનોની કરી અપીલ

નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ
ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત 25 ગામોના નાગરિકોને નદીના પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ