ગુજરાત બોર્ડર પરથી BSFએ પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો, સુરક્ષા એજન્સી એક્શનમાં | મુંબઈ સમાચાર
પાટણ

ગુજરાત બોર્ડર પરથી BSFએ પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો, સુરક્ષા એજન્સી એક્શનમાં

પાટણઃ સાંતલપુર આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી બીએસએફ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)એ એક પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો હતો. તે ભારતીય સરહદમાં ગેરકાયદે પ્રવેશવાની કોશિશ કરતો હતો ત્યારે પકડાયો હતો. પકડાયેલા પાકિસ્તાની નાગરિકનું નામ મોહમ્મદ નવાઝ છે. પ્રાથમિક માહિતી અનુસાર તે ચિનિયટ, પાકિસ્તાનનો રહેવાસી છે.

બીએસએફની ટીમ એવાલ ગામ પાસે પરવાના-બીઓપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી ત્યારે પાકિસ્તાની શખ્સ પિલર નંબર 981 પાસેથી પકડાયો હતો. બાદમાં તેને સાંતલુપર પોલીસ સ્ટેશનને સોંપી દેવાયો હતો. હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે.

આપણ વાંચો: રાજકોટના લોધિકા તાલુકામાંથી ઝડપાયા 3 પાકિસ્તાની નાગરિકો, પોલીસને મળી હતી બાતમી

ઘટનાની ગંભીરતા જોતા વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં જિલ્લા પોલીસ, કેન્દ્રીય આઈબી, રાજ્ય આઈબી અને બીએસએફની ટીમ સામેલ છે. પૂછપરછનો મુખ્ય હેતુ તે શા માટે ભારતમાં પ્રવેશતો હતો તે જાણવાનો છે. આ ઉપરાંત તે કોની મદદથી અને કઈ સ્થિતિમાં અહીં પહોંચ્યો તેની પણ તપાસ કરાશે.

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે ઉંડી પૂછપરછ અને તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે. બીએસએફ અને અન્ય એજન્સીઓ સતર્કતા સાથે મામલાની તપાસ કરી રહી છે. આ ઘટના બાદ સરહદ પર સુરક્ષા વધારવામાં આવી હતી અને પેટ્રોલિંગ સઘન બનાવાયું હતું

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button