પાટણમનોરંજન

જય સોમનાથ: મુકેશ અંબાણીએ પત્ની અને પુત્ર સાથે મહાદેવના દર્શન કર્યા, રૂ. ૫ કરોડનું દાન નોંધાવ્યું

પ્રભાસ પાટણ: ધર્મ અને આસ્થાના વિષય પર અંબાણી પરિવાર સતત સમાચારમાં હોય છે. તીર્થસ્થળોની મુલાકાત લેવી, દાન આપવું વગેરે અંબાણી પરિવારના અંગ સમી બાબત બની ચૂકી છે. ત્યારે ગઇકાલે જ ગુજરાતના પવિત્ર યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની મુલાકાતે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પહોંચ્યા હતા. તેમની સાથે પત્ની નીતા અંબાણી અને પુત્ર અનંત અંબાણી પણ હતા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અને દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. તેમની સાથે પત્ની નીતા અંબાણી અને પુત્ર અનંત અંબાણી પણ હાજર રહ્યા હતા.

અંબાણી પરિવારે ૧૨ જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી અને જલાભિષેક કર્યો હતો. તેમણે ‘શિવાર્પણ’ તરીકે રૂ. ૫ કરોડનું દાન અર્પણ કર્યું હતું. તે સિવાય તેમણે બાણ સ્તંભની પણ મુલાકાત લીધી હતી. નવા વર્ષ ૨૦2૬ ના પ્રારંભની આસપાસ, અંબાણી પરિવારે આ અઠવાડિયે અન્ય એક મુખ્ય યાત્રાધામ દ્વારકાની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે દ્વારકાધીશ મંદિરમાં પણ દર્શન અને પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો…પર જાન લૂંટાવે છે મુકેશ અંબાણી, મહિનામાં કરે છે એટલો ખર્ચ કે…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button