સરહદી તણાવ ઓસરતાં જનજીવન સામાન્ય; નડેશ્વરી માતાનાં મંદિરે ભક્તો ઉમટ્યા

પાટણ: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લોન્ચ કરેલા ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સંબંધો તંગ બન્યા હતા. આ દરમિયાન પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતનાં સરહદી વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો અને આથી સુરક્ષાનાં ભાગરૂપે રાજ્યના સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. જો કે હવે ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે અને રાબેતા મુજબ જનજીવન શરૂ થઈ રહ્યું છે.

નડેશ્વરી માતાના મંદિરે ભાવિકો ઉમટ્યા
ગુજરાત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ (India-Pakistan border) નજીક સૂઈગામ નજીક નડાબેટમાં (Nadabet) કચ્છના મોટા રણમાં આવેલા નડેશ્વરી દેવીનાં મંદિરે (Nadeshwari Mata Temple) આજથી ફરીથી ભક્તોનો પ્રવાહ સામાન્ય દિવસોની જેમ જ ઉમટ્યો હતો. છેલ્લા દિવસોમાં બંને દેશ વચ્ચે તણાવભરી સ્થિતિ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય આથી સરહદ નજીક આવેલા નડેશ્વરી માતાના મંદિરે શ્રદ્ધાળુઓ આવતા નહોતા. પરંતુ હવે સ્થિતિ સામાન્ય બની છે અને વળી સાથે આજે વૈશાખ સુદ પૂનમ હોય, આજના દિવસે મોટી સંખ્યામાં માઈભક્તો વહેલી સવારથી માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
બસમાં જોવા મળ્યા લોકો
અત્રે ઉલ્લેખનીય છે કે પહલગામ હુમલા બાદ બંને દેશ વચ્ચે સબંધો તંગ બન્યા હતા અને પાકિસ્તાન ભારતનાં સરહદી વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો. યુદ્ધ જેવી પરિસ્થિતિથી સરહદી વિસ્તારોનું જનજીવન પ્રભાવિત થાય છે અને આથી જ આ પરિસ્થિતિ વચ્ચે નડેશ્વરી માતાજી મંદિરે આવનારી બસ ખાલી આવતી હતી. પરંતુ આજથી બસોમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. હાલમાં નડેશ્વરી માતાજી મંદિરે પૂનમે ભક્તો દર્શન કરી પ્રસાદનો લાભ લઈ રહ્યા છે.
આપણ વાંચો: મહિલાની છેડતીની બબાલ વકરી, વડોદરાના બાપોદમાં પથ્થરમારો, વિસ્તારમાં તણાવ
રા’નવઘણ સાથે જોડાયેલો છે ઇતિહાસ
કચ્છનાં અફાટ રણ અને પાકિસ્તાનની બોર્ડર નજીક જ આવેલા નડેશ્વરી દેવી પ્રત્યે સ્થાનીક લોકો ઉપરાંત બીએસએફનાં જવાનોમાં અતીત આસ્થા રહેલી છે. આ મંદિરનો ઇતિહાસ છેક જુનાગઢનાં ચુડાસમા વંશનાં રાજવી રા’નવઘણ સાથે જોડાયેલો છે. લોકવાયકા અનુસાર જ્યારે રા’નવઘણ ધર્મની માનેલી બહેન જાહલની રક્ષા માટે સિંધ જવા નીકળ્યો હતો તે સમયે આઈ વરુડીએ તેની સેનાને અહી જમાડી હતી અને અફાટ તેના ભાલા પર કાળી ચકલી બનીને તેની રક્ષા કરી હતી.