હત્યાના પુરાવા છુપાવવા માટે દ્રશ્યમ ફિલ્મ જોઈ! પાટણ પંથકની ચોંકાવનારી ઘટના! વાંચો આ અહેવાલ…

સાંતલપુર, પાટણઃ ફિલ્મોની માણસના મન પર ખૂબ ભારે અસર થતી હોય છે. ફિલ્મો જે થતું હોય છે તેનું જ વર્તન હવે લોકો વાસ્તવિક જીવનમાં પણ કરવા લાગ્યાં છે. એક સર્વે પ્રમાણે ક્રાઈમની ફિલ્મો લોકો પર વધારે અસર કરે છે. આવી જ એક ઘટના પાટણના સાંતલપુરમાં બની છે. જી હા, થોડા સમય પહેલા આવેલી ફિલ્મ દ્રશ્યમ 2માં જેવી રીતે હત્યા કરીને પુરાવા છુપાવી દેવામાં માટે જે કહાણી બતાવવામાં આવી છે. આવી ઘટના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામે બની છે. ચાલો વિગતે વાત કરીએ…
દ્રશ્યમ ફિલ્મની કહાણીને હકીકત બનાવતા પ્રેમી પંખીડા
પાટણમાં બનેલી આ ઘટનાએ માણસના મગજ પર ફિલ્મી અસર કેવી થાય છે? તે કેવી રીતે ક્રાઇમ કરવા માટે પ્રેરિત પણ થાય છે? અને ક્રાઈમ કર્યા બાદ તેના પુરાવા કેવી રીતે મીટાવી શકાય છે? તેનો પર્દાફાશ થયો છે. ઘટના એવી છે કે, પ્રેમી પંખીડાએ સાથે રહેવા માટે હત્યાની ઘટનાને અંજામ આપ્યો અને આમાં પુરાવાને કેવી રીતે છુપાવવા તેના માટે ફિલ્મ દ્રશ્યમ જોઈ હતી. આ પ્રેમી પંખીડાએ સાથે રહેવા માટે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હતો. એટલું જ નહીં પરંતુ એક આધેડ પુરુષની હત્યા કરીને તેને સ્ત્રીના કપડાં પહેરાવ્યાં અને પછી તેની લાશને બાળી નાખી હતી. ત્યાર બાદ તેઓ ફરાર થઈ ગયાં હતા.
પ્રેમિકાના જ કપડાં પહેરાવીને અર્ધ બળેલી લાશને દાટી દીધી
આ અંગે પાટણ SPએ સમગ્ર ઘટના જણાવ્યું કે, ‘આ પ્રેમી પંખીડાએ જે નિર્દોષનો જીવ લીધો છે તે કોઈ અજાબીઓ વ્યક્તિ હતો. રાત્રે અંધારાનો લાભ લઈને પ્રેમીએ ઘડેલા પ્લાન પ્રમાણે રોડની સાઇડમાં અવાવરુ જગ્યાએ આરોપીઓ વૃદ્ધને મારી સાથે ચાલો કહીને ગળું દબાવીને બેભાન કર્યો હતાં, ત્યારબાદ હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ પોતાની પ્રેમિકાના જ કપડાં પહેરાવીને અર્ધ બળેલી લાશ ઘરની પાછળ આવેલા વાડામાં દાટી હતી’.
આરોપીઓએ દ્રષ્યમ ફિલ્મ જોઈને પોલીસને પડકાર ફેંક્યો
આરોપીઓએ એકબીજા સાથે રહેવા માટે હત્યા કરી, હત્યાને અકસ્માત ગણાવવા માટે પ્લાનિંગ કર્યું પરંતુ અંતે તો કાયદો કોઈને છોડવાનો છે નહીં! એટલે આરોપીઓ ઝડપાઈ ગયા અને સમગ્ર ગુનાની કબૂલાત કરી હતી. આ લોકોએ ફિલ્મ દ્રષ્યમ જોઈને પોલીસને પણ પડકાર ફેંક્યો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી અને સમગ્ર ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલીને આરોપીઓને દબોચી લીધા.
સાથે રહેવા માટે એક નિર્દોષ વ્યક્તિને મોત ઘાટ ઉતાર્યો
સમગ્ર બાબતે એવી હતી કે, પ્રેમી અને પ્રેમિકા એકબીજા સાથે રહેવા માંગતા હતા, બન્ને એકબીજાને પ્રેમ કરતા હતાં. પરંતુ સાથે રહેવું શક્ય નહોતું. જેથી એક પ્લાન બનાવ્યો જેમાં પ્રેમિકાનું મોત થયું છે તેવું તરકટ રચ્યું! આના માટે એક નિર્દોષ વ્યક્તિને મોત ઘાટ ઉતાર્યો હતો, એટલું જ નહીં પરંતુ આ સમગ્ર ક્રાઈમ કરવા માટે આરોપીઓએ દ્રશ્યમ ફિલ્મ જોઈ હતી. પોલીસ તપાસ દરમિયાન મોબાઈલની હિસ્ટ્રી જોતા એવું પણ પ્રકાશમાં આવ્યું કે, આરોપીઓએ દ્રશ્યમ ફિલ્મ વારંવાર જોઈ હતી. જેથી હવે આરોપોઓ સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.