મહેસાણા

મહેસાણાના યુવકે જલદી માલામાલ થવાની લાલચમાં 80 લાખ ગુમાવ્યાં…

અમદાવાદઃ ‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે’ આ કહેવત મહેસાણાના યુવકને લઈ સાચી પડી હતી. એક યુવતીએ મહેસાણાના કુકરવાડાના યુવક સાથે સોશિયલ મીડિયામાં ફેન્ડશિપ કરી હતી. યુવક સાથે વોટ્સએપ કોલ કરી મિત્રતા ગાઢ બનાવી હતી અને વિશ્વાસમાં લઈને પોતે એક એપમાં રોકાણ કરી કરોડો કમાઈ રહી હોવાનું જણાવી જીગરને પણ તેમાં રોકાણ કરવા મનાવી લીધો હતો.

આ પણ વાંચો : મહાકુંભ મેળો 2025: આ શહેરોમાંથી પ્રયાગરાજ કઈ રીતે પહોંચશો, ક્યાં રોકાશો?

શરૂઆતમાં નાનું રોકાણ કરાવી વળતર પણ આપ્યું હતું અને બાદમાં રકમ વધારીને 80 લાખ સુધી કરી હતી. મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મુંબઈની યુવતીએ જીગર પટેલ નામના કુકરવાડાના યુવકને લગ્નના સપના બતાવ્યા હતા. 80 લાખના રોકાણમાં 4500 કરોડ મળશે તેવી લાલચ આપી હતી. આ રૂપિયા આવશે ત્યારે મુંબઈમાં મકાન લઈને લગ્ન કરીને સાથે રહીશું. હું તારા માટે 1 કરોડની ઘડિયાળ ગિફ્ટ માટે લાવી છું કહી ફોટો પણ બતાવ્યો હતો.

આ પણ વાંચો : HMPV: ગુજરાતની સ્કૂલોમાં શરદી-ખાંસીવાળા બાળકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું

હંમેશા વૉટસ્એપથી વાત કરતી યુવતીએ પૈસા કમાવવા સ્કીમ બતાવી જીગર પટેલના મોબાઈલમાં સેમકો નામની એપ ડાઉનલોડ કરાવી હતી. એપમાં લેવલ 1 થી 9 સુધી ઇન્વેસ્ટ કરાવ્યું હતું. છેલ્લા લેવલ માં 4500 કરોડ જેટલી માતબર રકમ મળશે તેવી લાલચ આપી હતી. યુવતીએ રૂ. 80.33 લાખ સેમકો નામની એપથી અલગ અલગ એકાઉન્ટમાં નંખાવ્યા અને છેલ્લે ખબર પડી કે, આતો ઇન્વેસ્ટમેન્ટ નથી. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા તેણે યુવતી સામે ફરિયાદ નોંધાવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button