બોગસ લગ્ન અટકાવવા પાટીદાર સમાજે શું કરી માંગ?

મહેસાણાઃ જિલ્લાના વિજાપુરમાં પાટીદાર સમાજ દ્વારા ક્રાંતિ સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર નેતા વરુણ પટેલ અને દિનેશ બાંભણીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. ક્રાંતિ સભા દરમિયાન પ્રેમ લગ્ન અટકાવવા માટે લગ્ન નોંધણી દરમિયાન માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વરૂણ પટેલનો ઘટસ્ફોટ
પાટીદાર નેતા વરુણ પટેલ દ્વારા ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ડીસાના સમૌનામાં લગ્ન નોધણી રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. આ અંગેના તેમણે કેટલાક પૂરાવાઓ પણ રજૂ કર્યા હતા. તેણે દાવો કર્યો હતો કે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકના સમૌના ગામમાં લગ્ન નોંધણી રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સમૌ ગામમાં એક જ વર્ષમાં 133 પ્રેમ લગ્ન નોંધાયાં છે જેના દસ્તાવેજોની ચકાસણી કરાતાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, એક જ પંડિત અને એક જ મંદિરમાં આ બધાય પ્રેમલગ્ન થયાં છે. જે શંકા ઉપજાવે તેમ છે. પંચાયતના રેકોર્ડની તપાસ કરતાં એવો ખુલાસો થયો કે, આ ગામમાં વર્ષ 2020 159 અને વર્ષ 2021માં કુલ 133 લગ્નની નોંધણી થઈ હતી.
આ જે ટોટલ લગ્નો જે રજીસ્ટર થયા છે, એની એફિડેવિટમાં લગ્નનું સ્થળ એક જ બતાવાયું છે. 250 કરતાં વધારે લગ્નમાં એક જ સ્થળ બતાવવામાં આવ્યું. આટલી મોટી સંખ્યામાં લગ્ન થાય એવું કોઈ આ કોઈ એવું ભવ્ય મંદિર નથી. આ એક ખાલી નાનું દેરું છે. આસ્થાનું કેન્દ્ર છે. એની જગ્યાએ 250 લગ્નો બતાવવામાં આવ્યા છે.
બીજી મહત્વની વાત આ 250 કરતાં પણ વધારે લગ્નોમાં તમામે તમામ સાક્ષી એક જ. મોટાભાગની દીકરીઓ એવી છે કે જે 18 વર્ષને ચાર દિવસ, 18 વર્ષને 10 દિવસ, 18 વર્ષને પાંચ મહિના, તમામે તમામ દીકરીઓની ઉંમર 18 થી 22 સુધી જ છે. જ્યારે તે રજીસ્ટ્રારની બદલી થઈ, ત્યારે 2022માં માત્ર 3 અને 2023માં 2 લગ્નો નોંધાયા હતા.
કાયદામાં સુધારો કરવા સરકારને અપીલ
વરુણ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ લડાઈ પ્રેમ કે સ્વતંત્રતા વિરુદ્ધ નથી, પરંતુ લાલચ અને છેતરપિંડી વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, 250 રૂપિયાના ચશ્મા પહેરીને અને ઉધારના પેટ્રોલથી 16 વર્ષની દીકરીને ટાર્ગેટ કરાય છે. પ્રેમ સાચો હોય તો બે-ચાર વર્ષ રાહ જોઈ શકાય છે.
તેમણે યુવતીઓને પરિપક્વતાપૂર્વક પ્રેમમાં આગળ વધવા અને માતા-પિતા, કુળ અને ભવિષ્યનો વિચાર કરવા વિનંતી કરી હતી. તેમણે સરકારને એક વહેલી તકે કાયદામાં સુધારો કરવા અપીલ કરી હતી.
આ ઉપરાંત વરુણ પટેલે જાહેરાત કરી કે, વિજાપુરની આ રેલીથી પ્રેરિત થઈને માણસામાં પણ આવી જ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 5 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 9 કલાકે માણસાના એપીએમસી માર્કેટયાર્ડમાં આવો જ કાર્યક્રમ યોજાશે.
આ પણ વાંચો…પ્રેમ લગ્નમાં પાટીદાર સમાજની દીકરીઓને વધુ ટાર્ગેટ કરવામાં આવે છેઃ મનોજ પનારા