મહેસાણા

વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં માં 17-18 જાન્યુઆરીએ “ઉતરાર્ધ મહોત્સવ” યોજાશે

મહેસાણા: મહેસાણા જિલ્લાની પ્રાચીન નગરી મોઢેરા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉત્તરાયણ પછીના પ્રથમ શનિ-રવિવાર એટલે કે આગામી 17 અને 18 જાન્યુઆરીના રોજ “ઉતરાર્ધ મહોત્સવ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની ધરોહરને જીવંત રાખતા આ મહોત્સવમાં વિશ્વ વિખ્યાત દેશ-વિદેશના નામાંકિત અને લબ્ધપ્રતિષ્ઠ કલાકારો પોતાની કલાના કામણ પાથરશે. આ દ્વિ-દિવસીય સાંસ્કૃતિક ઉત્સવનો પ્રારંભ દરરોજ સાંજે 7 વાગ્યાથી થશે. ઐતિહાસિક સૂર્યમંદિરના મનમોહક બેકગ્રાઉન્ડમાં આયોજિત આ કાર્યક્રમમાં ભરતનાટ્યમ સહિતની વિવિધ શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ અને સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ મહોત્સવમાં સહભાગી થવા માટે કલા જગતના અગ્રણીઓ અને પર્યટકોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સૂર્યમંદિર પ્રાચીન ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

ઉતરાર્ધ મહોત્સવની પરંપરા ઉત્તરાયણ પછી સૂર્યની ઉત્તર તરફની ગતિ દરમિયાન ઉજવવામાં આવે છે. આ સમયે શિયાળો અંત તરફ હોય છે અને દિવસ લાંબો થવાની શરૂઆત થાય છે. મોઢેરાનું સૂર્યમંદિર પ્રાચીન ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જે સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણને દર્શાવે છે.

શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાનો પરિચય લોકો સુધી પહોંચાડવાનો

અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા 1992થી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવનો મુખ્ય હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાનો પરિચય લોકો સુધી પહોંચાડવાનો છે.

આપણ વાંચો:  દમણના કચીગામમાં ભંગારના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ, 5 દાઝ્યા

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button