ઉંઝાની પ્રિન્સિપાલ કાજલ પટેલે પતિની ડોક્ટર પ્રેમિકાની હત્યા કરવા 15 લાખની સોપારી આપી ને………….

મહેસાણાઃ ઉંઝાની પ્રિન્સિપાલ કાજલ પટેલે પતિની ડોક્ટર પ્રેમિકાની હત્યા કરવા 15 લાખની સોપારી આપી હતી. તેણે આ કાવતરું ઓસ્ટ્રેલિયામાં રચ્યું હતું. પતિના એક નર્સ સાથે પ્રેમસંબંધથી નારાજ મહિલા કોઈપણ ભોગે તેને રસ્તામાંથી હટાવવા માંગતી હતી.
અનેક વખત સમજાવવા છતાં પતિએ મહિલા નર્સ સાથે સંબંધ ન તોડતાં કાજલે હત્યાનું કાવતરું રચ્યું હતું. તે છ મહિના પહેલા પતિ સાથે ઓસ્ટ્રેલિયા ફરવા ગઈ હતી. આ દરમિયાન તેની ઓળખ ગુજરાતના એક વ્યક્તિ સાથે થઈ હતી. તેણે ખુદને સીઆઈડી અધિકારી ગણાવ્યો હતો.
વાતચીત દરમિયા કાજલે તેની વાત કરી હતી. અહીં જ તેણે 15 લાખ રૂપિયામાં સોપારી આપી હતી. તે વ્યક્તિએ ભારતમાં કોલ કરીને વડોદરાના એક ટ્રાન્સપોર્ટર ગોપાલ શર્માને આમાં સામેલ કર્યો હતો. જે બાદ હત્યાના ષડયંત્ર અને અન્ય જવાબદારી ટ્રાન્સપોર્ટરને ત્યાં કામ કરતાં રાજસ્થાનના ઝૂંઝનું અનુજ શર્માને સોંપવામાં આવી હતી.
મહિલા પ્રિન્સિપાલે ઓસ્ટ્રેલિયામાં જે વ્યક્તિને મહિલા ડોક્ટરની હત્યા કરવાની સોપારી આપી હતી, તે વ્યક્તિ પણ ગુજરાતનો રહેવાસી છે. પોલીસ આરોપીની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં જ આ મામલે ખુલાસો કરશે. હવે પોલીસ પોતાને અધિકારી ગણાવનાર વ્યક્તિ અને ગોપાલ શર્માની શોધખોળ કરી રહી છે.
અનુજ શર્માએ આગળ ઝૂંઝનું જિલ્લાના જ ભૂપેન્દ્ર મેઘવાલ મારફતે સચિન મેઘવાલનો સંપર્ક કર્યો અને આખું ષડયંત્ર સમજાવ્યું હતું. ત્યારબાદ હિમાંશુ જાટ, મનોજ વાલ્મીકિ અને આકાશ વાલ્મીકિને પણ આ કાવતરામાં સામેલ કરી લેવામાં આવ્યા હતા. હથિયાર ખરીદવા માટે અનુજે એક લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. આ રૂપિયાથી જયપુરથી પિસ્તોલ ખરીદવામાં આવી હતી.
હથિયારો મળ્યાં બાદ આરોપીઓ ઓક્ટોબર 2025માં કારથી ગુજરાત આવ્યા હતા. અનુજ શર્માએ તેમને મહિલા નર્સની તસવીર બતાવી હતી. એના પછી આરોપીઓએ નર્સનું શિડ્યૂલ, આવન-જાવનના રસ્તા અને સમયની રેકી કરી હતી, જોકે આસપાસ લગાવેલા કેમેરા અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા જોઇને તેમને પકડાઇ જવાની બીક લાગી હતી, જેથી હત્યા કરવાના બદલે બધા પાછા રાજસ્થાન જતા રહ્યા હતા. શૂટર્સ ફરી એકવાર આ મહિનામાં જ આવવાની તૈયારીમાં હતા, પરંતુ એ પહેલાં જ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.
21 નવેમ્બર, 2025ના રોજ અક્ષય પંડિતે પોતાના સાથી સચિન મેઘવાલ અને હિમાંશુ જાટ સાથે મળીને ઝુંઝુનુના લખવા વિસ્તારમાં આવેલા દારૂના અડ્ડા પર ખંડણી માટે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસ સામે સોપારી કિલિંગ નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ કેસમાં અત્યારસુધીમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામની 8 ડિસેમ્બરે જ ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓની ધરપકડ બાદ 15 ડિસેમ્બરે માસ્ટર માઇન્ડ કાજલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તેની પૂછપરછ કરીને સોપારી આપવાથી લઇને સમગ્ર નેટવર્કના અન્ય કનેક્શનોની તપાસ કરી રહી છે.
આપણ વાંચો: ગાંધીધામમાં દબાણ હટાવવાની મેગા ડ્રાઈવ, 70થી વધુ દબાણો હટાવાયા…


