મહેસાણામાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ, મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત…

મહેસાણા : મહેસાણાના ઉચરપી ગામમાં ટ્રેનિંગ દરમિયાન એક વિમાન ક્રેશ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે એક પ્રાઈવેટ કંપનીના વિમાનની પાયલોટ ટ્રેનિંગ ચાલી રહી હતી. આ દરમિયાન વિમાન ઉચરપી ગામના ખેતરમાં અચનાક ક્રેશ થયું. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે ગામ લોકો એકઠા થઈ ગયાં હતાં. એટલું જ નહીં પરંતુ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને અધિકારીઓની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
ઉચરપી ગામના એક ખેતરમાં વિમાન ક્રેશ થયું
આજે વહેલી સવારે વિમાન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. મળતી જાણકારી પ્રમાણે મહેસાણાના એરોડ્રોમ પર પાયલોટ ટ્રેનિગ સેન્ટરમાંથી ટ્રેનિંગ ચાલી રહી હતી, આ દરમયિાન એક નાના વિમાને ઉડાન ભરી હતી. પરંતુ ખામી સર્જાતા મહેસાણા ઉચરપી ગામના એક ખેતરમાં આ વિમાન ક્રેશ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં એક ટ્રેઈની મહિલા પાયલોટ ઈજાગ્રસ્ત થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. મહિલા પાયલોટ ઘાયલ હોવાથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો :મહેસાણા જિલ્લાના ખેડૂતોને IFFCOએ આપ્યા રાહતના સમાચાર; 2200 મેટ્રિક ટન યુરિયા ખાતરની ફાળવણી
વિમાન ક્રેશ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
મળતી વિગતો પ્રમાણે મહેસાણામાં એક પ્રાઈવેટ કંપની દ્વારા પાયલોટોને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. જેમાંથી ટ્રેનિંગ દરમિયાન એક વિમાન ક્રેશ થયું. વિમાન ક્રેશ થતાની સાથે પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ તંત્રના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. ઘાયલ મહિલા પાયલોટને તાત્કાલીક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્લેન ક્રેશ કેવી રીતે થયું? તેમાં શું ખામી સર્જાઈ હતી તેને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ અત્યારે તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.