મહેસાણા

વિકૃત માનસિકતાઃ વિજાપુરમાં 8 વર્ષની બાળકીને બગીચામાં લઈ જઈ છેડતી, ઇન્જેક્શન આપી ધમકીથી ડરાવી!

મહેસાણાઃ વિજાપુરમાં ધોરણ 2માં અભ્યાસ કરતી બાળકી સાથે છેડતીનો મામલો સામે આવ્યો હતો. આરોપીએ તેને ઇન્જેક્શન આપ્યું હતું તેમજ સ્કૂલના પાછળના ગાર્ડનમાં લઈ જઈને તેની સાથે છેડતી કરી હતી. બાળકીએ પોતાના માતા-પિતાને જણાવ્યું કે આરોપીએ તેને આ બાબત કોઈને પણ કહેવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

શું છે મામલો

વિજાપુર શહેરમાં પોતાના માતા-પિતા સાથે રહેતી અને ધોરણ 2માં અભ્યાસ કરતી 8 વર્ષની બાળકી 19 નવેમ્બરના રોજ પોતાની સ્કૂલમાં ગઈ હતી. એ દરમિયાન એક યુવક તેનો હાથ પકડી સ્કૂલમાં પાછળના ભાગે આવેલા બગીચામાં લઈ ગયો હતો. જ્યાં આ યુવકે બાળકીના શરીરે અડપલાં કર્યા હતા. તેમજ 20 નવેમ્બરના રોજ બપોરે એજ યુવક બાળકીને સ્કૂલના સમય દરમિયાન હાથ પકડી બગીચામાં લઇ ગયો અને શરીરે અડપલાં કરી કોણીના ઉપરના ભાગે ઇન્જેક્શન આપ્યું હતું. આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

આ પણ વાંચો: અમેરિકામાં વિકૃત ડોક્ટર થયો જેલભેગોઃ સિંગલ હાર્ડ ડ્રાઈવમાંથી મળ્યા 13,000 વીડિયો અને…

પોલીસે શું કહ્યું

પોલીસ અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, જિલ્લાના વિજાપુર શહેરની એક સ્કૂલ કેમ્પસમાં એક વ્યક્તિએ ધોરણ 2ની બાળકી સાથે કથિત રીતે બે વાર છેડતી કરી અને તેને ‘ઇન્જેક્શન’ આપ્યુ હતું. બાળકીએ તેના માતા-પિતાને જણાવ્યું કે, 19 નવેમ્બરે એક વ્યક્તિ તેને તેની સ્કૂલના પાછળના ગાર્ડનમાં લઈ ગયો અને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. તેણે કહ્યું કે તે જ વ્યક્તિએ 20 નવેમ્બરે ફરીથી તેની સાથે છેડછાડ કરી અને તેના જમણા હાથમાં એક ઇન્જેક્શન પણ આપ્યું હતું.

પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો

બાળકીએ પેટમાં દુખાવો થવાની ફરિયાદ કરતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું કે, અમે પોક્સો એક્ટ હેઠળ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. તેમણે કહ્યું કે, પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે અને ઇન્જેક્શનમાં શું હતું, તે જાણવા માટે મેડિકલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button