મહેસાણામાં બે જીવલેણ હિટ એન્ડ રન: વિજાપુરમાં યુવક, વસાઈમાં 28 દિવસના બાળકનું મોત...

મહેસાણામાં બે જીવલેણ હિટ એન્ડ રન: વિજાપુરમાં યુવક, વસાઈમાં 28 દિવસના બાળકનું મોત…

મહેસાણા: જિલ્લાના વિજાપુરમાં રાત્રીના સમયે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે યુવકને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે યુવક 15થી 20 ફૂટ જેટલો દુર પટકાયો હતો. યુવાનને તાત્કાલીક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

મળતી વિગતો અનુસાર વિજાપુર શહેરમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા 35 વર્ષીય દિપક વાઘેલા ઘરેથી રાતના સમયે શહેરની આનંદપુરા ચોકડી નજીક ચાલવા નીકળ્યો હતો. આ દરમિયાન યુવક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે આવતી કારે તેને અડફેટે લીધો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે, યુવક કાર 15થી 20 ફૂટ જેટલો હવામાં ફંગોળાઈ ગયો હતો. આ અકસ્માત સર્જીને કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતની ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. જો કે અકસ્માતની ઘટનામાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આથી સારવાર અર્થે વિજાપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. પરિવાર શોકમગ્ન બન્યો હતો.

જયારે અન્ય એક અકસ્માતનો બનાવ વિજાપુર તાલુકાના વસાઈ ગામ નજીક સર્જાયો હતો. આ ઘટનામાં વસાઈ ગામના રહેવાસી તેમના નવજાત શિશુને સારવાર અર્થે વિસનગર લઇ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગામની નજીક રોડ ક્રોસ કરતા સમયે બેફામ કારચાલકે રિક્ષાને ટક્કર મારી હતી. આ ટક્કરમાં રિક્ષા રોડ પર છેક દુર સુધી ઢસડાઈ હતી. આ ઘટનામાં 28 દિવસના બાળકનું મોત નીપજ્યું હતું તેમજ અન્ય ચાર લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો…મહેસાણા પ્લેન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર: આ કારણે પ્લેન થઇ ગયું હતું ક્રેશ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button