
અમદાવાદ: એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ (AAIB) 8 મેના રોજ ઉત્તરકાશી અને 31 માર્ચમાં રોજ મહેસાણા જિલ્લામાં થયેલ વિમાન દુર્ઘટનાઓ પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર કર્યો હતો. AAIBએ પ્રારંભિક તપાસમાં સામે આવ્યું હતું કે, ટ્રેઇની પાયલટ એકલા ક્રોસ કન્ટ્રી ઉડાન ભરી હતી અને તેની ઉડાન દરમિયાન વિમાનનો મહેસાણા ATC સાથે સંપર્ક તૂટી જવાથી તે ખેતરમાં ક્રેશ થઇ ગયું હતું.
31 માર્ચ, 2025 ના રોજ સર્જાય હતી દુર્ઘટના
31 માર્ચ, 2025 ના રોજ મહેસાણા જિલ્લામાં એક ખાનગી ઉડ્ડયન એકેડેમીનું પ્લેન તાલીમ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં એક મહિલા પાઈલટ ઘાયલ થઈ હતી. બ્લુ રે એવિએશનના સેસના 152 વિમાન, VT-PBA, ના અકસ્માતની તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
વિમાન મહેસાણા ATC સાથે સંપર્ક ગુમાવી બેઠું
એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોનાં પ્રાથમિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રેની પાઈલટ સોલો ક્રોસ કન્ટ્રી ઉડાન ભરી રહી હતી. ઉડાન દરમિયાન વિમાન મહેસાણા ATC સાથે સંપર્ક ગુમાવી બેઠું અને એક ખેતરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ગ્રામજનોએ ઘાયલ પાઈલટને બચાવીને હોસ્પિટલ પહોંચાડી હતી.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ; એક દિવસમાં બીજી ઘટના…
એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોનાં તપાસ રિપોર્ટ અનુસાર, ટ્રેની પાઇલટે મહેસાણાથી બાંસવાડા અને ડીસા થઈને પરત મહેસાણા સુધીની એકલી ક્રોસ-કન્ટ્રી ઉડાન ભરવાની હતી. સવારે 09:46 વાગ્યે રનવે 05 પરથી ઉડાન ભર્યા બાદ વિમાનમાં કોઈ અસામાન્ય વાત નહોતી જણાઈ. જોકે, ડીસાથી મહેસાણા પરત ફરતી વખતે, વિમાનનો મહેસાણા ATC સાથે સંપર્ક તૂટી ગયો હતો.
મહેસાણા પહેલા માહિતી આપી હતી
એક આસિસ્ટન્ટ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર (AFI) અનુસાર, ટ્રેની પાઇલટે છેલ્લે મહેસાણાથી 4 નોટિકલ માઇલ પહેલા 2000 ફૂટની ઊંચાઈ પર હોવાની માહિતી આપી હતી, ત્યારબાદ કોઈ સંપર્ક થયો નહોતો. સંસ્થાએ વિમાનનો સંપર્ક કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહોતી.