મહેસાણા

ઉત્તર ગુજરાતના આ મોટા શહેરમાં આવતીકાલે 9 કલાકનો મેગા પાવર કટ

મહેસાણાઃ ઉત્તર ગુજરાતના મોટા શહેર મહેસાણામાં આવતીકાલે 9 કલોકનો મેગા પાવર કટ રહેશે. વીજ તંત્ર દ્વારા 66 કેવી મહેસાણા સબ સ્ટશનમાં જરૂરી મેન્ટેનન્સની કામગીરીના પગલે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. વીજ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ આગોતરી જાણ કર્યા વગર વીજ પુરવઠો ગમે ત્યારે પુનઃ સ્થાપિત કરવામાં આવશે.

આ વિસ્તારોમાં રહેશે પાવર કટ

મહેસાણા-1 વિભાગમાં ગોપીનાળા, સીટી ફીડર, રોહિત નગર, માર્કેટ યાર્ડ, આશ્રમ, ગૌરવ, એગ્રો, સોમનાથ, અયોધ્યા નગર અને અમરપુરા ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક અને વ્યાપારિક ગ્રાહકોને રવિવારે સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી પાવર કટનો સામનો કરવો પડશે. શોભાસણ રોડ સિવાય મહેસાણા-1 ના તમામ વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વીજળી ઉપલબ્ધ રહેશે નહીં.

મહેસાણા-2 એટલે કે હાઈવે વિસ્તારમાં પણ હાઈવે ફીડર, રાજકમલ, સર્કિટ હાઉસ, જીડીસીએલ, નાગલપુર અને ડેરી ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે. જેમાં ખાસ કરીને રામોસણા રોડ, રાધનપુર રોડ (કમળ પથ સુધી), જેલ રોડ, ડેરી રોડ, સર્કિટ હાઉસ તેમજ સર્કિટ હાઉસની સામેના રોડથી મોઢેરા ચાર રસ્તા સુધીના વિસ્તારો પ્રભાવિત થશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button