મહેસાણા

કડી તાલુકાના નંદાસણ રોડ પર રિક્ષા અને આઇસર વચ્ચે ટક્કર: ચારનાં મોત, બેની હાલત ગંભીર…

મહેસાણા: કડી તાલુકાના નંદાસણ રોડ પર ઊંટવા પાટીયા નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં રીક્ષા અને આઇસર ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કર થઈ હતી. જેમાં રીક્ષામાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

ચાર લોકોનાં ઘટનાસ્થળે મોત
હાલ મળી રહેલી વિગતો અનુસાર મૃતકોમાં એક આધેડ વયના પુરુષ કે જેઓ મૂળ પાટણના અને હાલ નંદાસણ ખાતે રહેતા બલોચ ઈમામખાન સાહેબખાન (ઉ. વ. ૫૦) છે. આ ઉપરાંત, પાટણના ચાણસ્માના વતની કમુબેન છનાભાઈ રાવળ અને છનાભાઈ માયાભાઈ રાવળનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. જ્યારે ચોથા મૃતકની ઓળખ હજી સુધી થઈ શકી નથી.

બે વ્યક્તિઓને ગંભીર ઈજા
આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બે ઇજાગ્રસ્તોમાંપપ્પુ રામજગત સહાની (ઉ. વ. ૩૩, રહે. મહેસાણા) અને રામાજી ઠાકોર (ઉ. વ. ૪૦, રહે. વિસલપુર)નો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે આઇસર નંબરને પણ નુકસાન થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button