ગુજરાત હાઇ કોર્ટે પૂર્વ સરપંચ સહિત ચાર અધિકારીઓ સામે FIR નોંધવાનો કેમ આપ્યો આદેશ? જાણો શું છે મામલો…

મહેસાણાઃ ગુજરાત હાઇ કોર્ટે શનિવારે મોટો ચુકાદો આપ્યો હતો. મહેસાણામાં એક વ્યક્તિના ટૉયલેટ, બાથરૂમનું ડિમોલીશન કરવા બદલ કોર્ટે પૂર્વ સરપંચ તથા ત્રણ સરકારી અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. બ્રાહ્મણવાડા ગામમાં પંચાયતની જમીન પર દબાણ કરીને ટૉયલેટ, બાથરૂમ બનાવવામાં આવ્યા હોવાનું જણાવી તોડી પાડવામાં આવ્યા હતા. આ અંગે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
Also read : અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા 8 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવ્યા
ફરિયાદીએ શું લગાવ્યો હતો આરોપ
ચાણસ્માના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) ઉમરખાન પઠાણે ચાર વ્યક્તિઓ સામે કાર્યવાહી શરૂ કરવા માટે પૂરતા કારણો મળ્યા બાદ ફોજદારી તપાસની મંજૂરી આપી હતી. ફરિયાદી બાબુભાઈ ચૌધરીએ તેના ટૉયલેટ અને બાથરૂમ ગેરકાયદેસર તોડી પાડવા બદલ આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. ઉપરાંત તેમને આર્થિક નુકસાન થયું હોવાનું જણાવી પૂર્વ સરપંચ સહિત ચાર અધિકારીઓ સામે સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ફેબ્રુઆરી 2023 માં કોઈપણ નોટીસ વગર ફરિયાદીનું ટૉયલેટ અને બાથરૂમ તોડી પાડવામાં આવ્યું હતું અને તે અંગેનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં કોર્ટે ફોજદારી કાર્યવાહી સંહિતા હેઠળ ઔપચારિક કાર્યવાહી કરવા કહ્યું હતું. જે બાદ જાહેર સેવક દ્વારા સત્તાનો દુરુપયોગ, ગુનાહિત અતિક્રમણ અને મિલકતને નુકસાન પહોંચાડવા અંગે ફોજદારી કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. સાક્ષીઓની જુબાની અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લીધા પછી કોર્ટે ભૂતપૂર્વ સરપંચ, તલાટી, સર્કલ સર્વે અધિકારી અને બ્રાહ્મણવાડા ગામના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો.
Also read : મહાશિવરાત્રિ પર સોમનાથ ખાતે ઉજવાશે સોમનાથ મહોત્સવ; ત્રિ-દિવસીય કળા દ્વારા આરાધના
હાઇ કોર્ટે લીધી ગંભીર નોંધ
આરોપીઓએ ટૉયલેટ અને બાથરૂમને ગેરકાયદેસર તોડી પાડવા દ્વારા તેમના અધિકારનો દુરુપયોગ કર્યો અને મામલો હાઈ કોર્ટ સમક્ષ પેન્ડિંગ હોવા છતાં કાયદો પોતાના હાથમાં લીધો હોવાની ગંભીર નોંધ લીધી હતી.