
મહેસાણાઃ રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ફરી એક વખત મોટું નિવેદન આપ્યું હતું. મહેસાણાના કડીના બુડાસણમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલ ખાતે સભા ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી. આ સભામાં તેમણે ધર્માંતરણ મુદ્દે વાત કરી હતી.
શું બોલ્યા નીતિન પટેલ
ખ્રિસ્તી મિશનરીઓ પર નિશાન સાધતા નીતિન પટેલે કહ્યું, સેવાના નામે ખ્રિસ્તી મિશલરીઓ ધર્માંતરણ કરાવે છે. હિન્દુ ધર્મ પર વર્ચસ્વ જમાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. એક આતંકવાદીઓનો પક્ષધર, વિદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે. અને એક ફોસલાવી, હાથ ફેરવી અને પટાવીને ધર્માંતરણ કરાવનારા લોકો છે. બંનેનું લક્ષ્ય તો એક જ છે કે ગમે તેમ કરીને હિન્દુઓને ઓછા કરવા, હિન્દુ ધર્મ પણ વર્ચસ્વ જમાવવું, આ માટે ખ્રિસ્તી ધર્મના કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરાવે છે. આપણે ઘટતા જઈએ છીએ, ખ્રિસ્તીઓની વસ્તી વધી રહી છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, વર્ચસ્વ જમાવવા માટે ખ્રિસ્તી મિશનરી બહુ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે. નિશાળ કરે, કપડાં આપે, દવાખાનું ખોલે, હોસ્ટેલ ખોલે અને પેલા લોકો હિંસક રીતે એક જ વાત કરીને એમનું કામ કરે છે. બંનેમાં એક આતંકવાદીઓ અને દેશદ્રોહીઓનો પક્ષ છે. સેવા-શિક્ષણના માધ્યમથી ધર્માંતરણ સામે લડવા નીતિન પટેલનો હુંકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા સપ્તાહ પહેલા ભાજપના સ્નેહમિલન સમારોહમાં નીતિન પટેલે વિરોધી રાજકીય પાર્ટીઓને નિશાને લીધી હતી. તેમણે કહ્યું, હું કોઈ રાજકીય પાર્ટીની વાત કરતો નથી. મને ખબર છે કે તમે ભાજપ સિવાય કોઈને મત નથી આપવાના. નીતિન પટેલે કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી (AAP)ને નિશાન બનાવી હતી. તેમણે કહ્યું ‘આપ આવે કે ઝાપ આવે, પાટીદારો કોઈના ઝાંસામાં ના આવે.



