મહેસાણા

કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જાહેર કર્યો ઉમેદવાર, શું ઈસુદાન ગઢવી…

કડીઃ કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. કડી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીઓ પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યાં છે. આમ આદમી પાર્ટીએ કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કર્યો છે. આમ આદમી પાર્ટીથી જગદીશ ચાવડાના નામની કડી વિધાનસભાથી મોહર લાગી ગઈ છે. આ ચૂંટણીમાં કોણ જીતશે તે અંગે હજી અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. આ બેઠક પર ચૂંટણી દરેક પાર્ટી કમર કસી રહી છે. પરંતુ આમ આદમી પાર્ટીનું એવું માનવું છે કે, આ બેઠક પર તેમની જ જીત થવાની છે.

કડી અને વિસાવદર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગશેઃ ઈસુદાન ગઢવી

આ બેઠક મામલે ઈસુદાન ગઢવીએ કહ્યું કે, કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે. વધુમાં કહ્યું કે, કડી અને વિસાવદર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે. કડી અને વિસાવદરની જનતા આપ સાથે, બીજા પક્ષોને જાકારો આપશે. આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી અતિ મહત્વની છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યના રાજીનામા બાદ વિસાવદરની બેઠક ખાલી પડી હતી. જેથી ગુજરાત વિધાનસભાની કડી તથા વિસાવદર બેઠક માટે કેન્દ્રીય ચૂંટણીપંચે રવિવારે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી.

આપણ વાંચો:  ગુજરાતમા વધતું શહેરીકરણ, પાણી પૂરવઠા માટે પૂરતા આયોજનની જરૂરિયાત

કડી બેઠક પર ભાજપમાંથી કાજલ મહેરિયાએ ટિકિટ માંગી

કડી બેઠકની વાત કરવામાં આવે તો, ભાજપના વર્તમાન ધારાસભ્યનું અવસાન થતાં કડીની બેઠક ખાલી પડી હતી. કડી વિધાનસભા બેઠક પર ભાજપમાંથી લોક ગાયક કાજલ મહેરિયાએ પણ ટિકિટ માગી છે. જો કે, પાર્ટી ટિકિટ આપશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. કોંગ્રેસ દ્વારા હજી કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી. આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેના કારણે હવે અન્ય પક્ષો દ્વારા પણ પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button