વિરમગામમાં મેગા ડિમોલિશન બીજા દિવસે પણ યથાવત; રહેણાંક મકાનોને હટાવાયા
વિરમગામ: અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ગઇકાલે શરૂ કરવામાં આવેલી મેગા ડિમોલિશનની કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત છે. આજે પણ વિરમગામ નગરપાલિકા દ્વારા શહેરમાં રહેણાંક અને ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તા વચ્ચેના દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, ગઇકાલે વિરમગામ નગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તાને અડચણ રૂપ મકાનો અને દારમીક દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. તંત્રની આ કાર્યવાહી આજે બીજા દિવસે પણ યથાવત રહી છે. આજે વિરમગામ શહેરના ત્રણ જગ્યાએ મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આપણ વાંચો: સોમનાથ મંદિર આસપાસ બુલડોઝર કાર્યવાહીનો મામલો પહોચ્યો સુપ્રીમ કોર્ટ
આજે વિરમગામના લાકડી બજાર વિસ્તારમાં રહેણાંક મકાનોને હટાવવાની કામગીરી ચાલી રહી છે. તંત્ર દ્વારા 5થી વધુ JCBની સાથે નગરપાલિકા અધિકારીઓ સહિત ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા મેગા ડિમોલીશનમાં શહેરના અનેક રહેણાંક મકાનોને પણ દૂર કરાયા છે.
ગઇકાલે વિરમગામ નગરપાલિકા દ્વારા મુનસર દરવાજા, રામમહેલ મંદિર રોડ પરના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહી દરમિયાન પરિસ્થિતિ વણસે નહિ તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નગરપાલિકાએ 5 જેસીબી મશીન અને 10 ટ્રેકટરની મદદથી સમગ્ર કાર્યવાહી કરી હતી.