રાજ્યમાં 13 લાખથી વધુ લોકોના કેમ આયુષ્માન કાર્ડ બંધ થઈ ગયા? જાણીને ચોંકી જશો

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકો માટે સરકાર દ્વારા અનેક પ્રકારની સ્કીમ ચલાવવામાં આવે છે. જેમાંની એક આયુષ્માન કાર્ડ યોજના છે, જે અંતર્ગત દર્દીઓને ફ્રી સારવાર આપવામાં આવી છે. આ દરમિયાન ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં ‘મા અમૃતમ’, ‘મા વત્સલ્ય’, સિનિયર સિટિઝન અને મધ્યમ વર્ગના પરિવારોને મળતા સ્વાસ્થ્ય સુરક્ષા કવચ એટલે કે આયુષ્માન કાર્ડમાંથી અંદાજે 13 લાખ જેટલા કાર્ડ હાલમાં ‘ઇનએક્ટિવ’ (બંધ) થઈ ગયા છે. આવકના દાખલાની સમયમર્યાદા અથવા કાર્ડની મુદત પૂરી થવાને કારણે આ કાર્ડ બંધ થયા છે. ઘણીવાર દર્દીઓ ઈમરજન્સીમાં હોસ્પિટલ પહોંચે ત્યારે કાર્ડ બંધ હોવાની જાણ થાય છે અને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેથી, સરકારે તમામ લાભાર્થીઓને વહેલી તકે કાર્ડ રીન્યુ કરાવી લેવા અનુરોધ કર્યો છે.
રાજ્ય સરકારના ડેટા મુજબ, સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સમયસર અપડેટ ન કરાવતા તેમના કાર્ડ બંધ થઈ ગયા છે. સરકાર દ્વારા લાભાર્થીઓને મોબાઈલ પર SMS અને જાહેરાતો દ્વારા વારંવાર જાણ કરવામાં આવે છે, તેમ છતાં જાગૃતિના અભાવે રીન્યુઅલ પ્રક્રિયા બાકી રહી ગઈ છે. આના પરિણામે, જ્યારે કોઈ બીમારી આવે છે અને હોસ્પિટલમાં દાખલ થવાનું થાય છે, ત્યારે પરિવારજનોને કાર્ડ એક્ટિવ કરાવવા માટે છેલ્લી ઘડીએ દોડધામ કરવી પડે છે. કોઈ ગરીબ કે મધ્યમ વર્ગનો પરિવાર સારવારથી વંચિત ન રહી જાય તે માટે સરકારે આ અપીલ કરી છે.
આ રીતે આયુષ્માન કાર્ડને કરો એક્ટિવ
જે લાભાર્થીઓના કાર્ડ ઈનએક્ટિવ થઈ ગયા છે અને તેઓ હવે તેને ‘જી” (G) કેટેગરીમાં કન્વર્ટ કરવા માંગે છે, તેમના માટે સરકારે ખાસ પ્રક્રિયા જાહેર કરી છે. જે અતંર્ગ
- સૌથી પહેલા તમારું જૂનું ઇનએક્ટિવ કાર્ડ રીન્યુ કરાવવું પડશે.
- રીન્યુ થયા બાદ તે કાર્ડને સિસ્ટમમાંથી ડિસેબલ (બંધ) કરાવવું પડશે.
૩. ત્યારબાદ જ તમે નવી ‘જી’ કેટેગરીમાં કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા કરી શકશો.
જો તમારું કાર્ડ બંધ થઈ ગયું હોય, તો ગભરાવાની જરૂર નથી. તમે નજીકની સરકારી હોસ્પિટલ, ઈ-ગ્રામ કેન્દ્ર અથવા ઘરે બેઠા ઓનલાઈન પણ આ પ્રક્રિયા કરી શકો છો. નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવા પડશે.
પોર્ટલની મુલાકાત લો: સરકારની સત્તાવાર વેબસાઈટ https://beneficiary.nha.gov. in/ ઓપન કરો. તમારો મોબાઈલ
નંબર નાખી લોગિન કરો અને તમારા PMJAY ID અથવા આધાર નંબર દ્વારા સર્ચ કરો. લિસ્ટમાં તમારા નામની બાજુમાં ‘Expired’ (એક્સપાયર્ડ) લખેલું દેખાશે. તેની બાજુમાં આપેલા એક્શન બટન પર ક્લિક કરો. હવે આધાર કાર્ડ આધારિત E-KYC (ઓનલાઈન વેરિફિકેશન) પ્રક્રિયા પૂર્ણ કરો. અહીં તમારે નવો અને માન્ય આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે.
આપણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ બાદ iPhoneની દાણચોરી: મહિલા કેરિયર પકડાઈ



