40 વર્ષના હર્ષ સંઘવીને પ્રમોશન કેમ મળ્યું, જાણો હકીકત? | મુંબઈ સમાચાર
Top Newsગાંધીનગર

40 વર્ષના હર્ષ સંઘવીને પ્રમોશન કેમ મળ્યું, જાણો હકીકત?

ગાંધીનગરઃ ગુજરાતના પ્રધાનમંડળનું આજે વિસ્તરણ થયું હતું. જેમાં હર્ષ સંઘવીને પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેમને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. છેલ્લા ચાર વર્ષથી રાજ્યમાં કોઈ મુખ્ય પ્રધાન નહોતા. હર્ષ સંઘવી અત્યાર સુધીમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ગૃહ રાજ્ય પ્રધાનની સાથે પરિવહન અને રમત ગમત વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા હતા. હવે તેમનું પ્રમોશન થયું હતું. તેઓ છઠ્ઠી વખત મુખ્ય પ્રધાન બન્યા હતા. આ પહેલા રાજ્યમાં નીતિન પટેલ અંતિમ વખત મુખ્ય પ્રધાન હતા.

40 વર્ષીય હર્ષ સંઘવી ભાજપ યુવા મોરચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યા છે. તેઓ 2012માં ચૂંટણી જીતીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. જે બાદ સતત મજૂરા સીટથી જીતી રહ્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં તેમણે આપના ઉમેદવાર અને પૂર્વ ભાજપ નેતા પીવીએસ શર્માને 1.16 લાખ કરતાં વધુ મતથી હરાવ્યા હતા. તેમની પાસે ગૃહ અને પોલીસ આવાસ, ઉદ્યોગ, જેલ સીમા સુરક્ષા (સ્વતંત્ર હવાલો), પરિવહન, નાગરિક સુરક્ષા, સાંસ્કૃતિક ગતિવિધિઓ જેવા ખાતાનો અનુભવ હતો.

રાજનેતા હોવાની સાથે હીરાના વેપારી પણ છે હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ 15 વર્ષની વયે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમના પિતા હીરાના વેપારી હતા. તેમના પિતાનું નામ રમેશકુમાર સંઘવી અને માતાનું નામ દેવેન્દ્રબેન સંઘવી છે. સંઘવીએ ધોરણ નવ સુધી અભ્યાસ કર્યો છે. તેમની પત્નીનું નામ પ્રાચી છે, જે ગૃહિણી છે. હર્ષ સંઘવીને બે સંતાનો છે: પુત્રનું નામ આરૂષ અને પુત્રીનું નામ નિરવા છે. હર્ષ રાજનેતા હોવાની સાથે હીરાના વેપારી પણ છે. જ્યારે તેમના પિતાનું નિધન થયું હતું, ત્યારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ તેમના ઘરે પહોંચ્યા હતા.

હર્ષ સંઘવી પાસે કેટલી છે સંપત્તિ

હર્ષ સંઘવી પાસે 12.32 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં આભૂષણ (જ્વેલરી)ની સાથે એક ટોયોટા ફોર્ચ્યુનર ગાડીનો સમાવેશ થાય છે. તેમની પત્નીનું ઘણી કંપનીઓમાં રોકાણ છે, જેની કુલ કિંમત (વેલ્યુ) છેલ્લા સોગંદનામા (એફિડેવિટ) મુજબ 10.51 કરોડ રૂપિયા છે. આ સિવાય તેમની પાસે 5.10 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે, જેમાં તેમનું ઘર સામેલ છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button