ગુજરાત ભાજપના કયા સાંસદે સરકારી ભરતીમાં SC/ST માટે કરી ખાસ માંગ?

ગાંધીનગરઃ ગુજરાત ભાજપના સાંસદ જશુભાઈ રાઠવાએ મુખ્ય પ્રધાનને લેખિત પત્ર આપીને સરકારી વર્ગ 3ની ભરતીમાં એસસી-એસટી કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ગુણ ઘટાડવાની માંગ કરી હતી. તેમણે એસસી-એસટી ઉમેદવારો માટે લાયકાત 40 ટકાથી ઘટાડીને 30 ટકા કરવાની રજૂઆત કરી હતી.
શું લખ્યું છે પત્રમાં
જશુભાઇએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લેખેલ પત્રમાં વર્ગ-3ની તમામ ભારતીઓમાં અનુચ્છેદ 335ની જોગવાઈનો ઉપયોગ કરી એસસી-એસટી કેટેગરીનાં ઉમેદવારો માટે લાયકાત ધોરણ 40 ટકામાં 10 ટકાની છૂટછાટ આપવા બાબત રજૂઆત કરી હતી. પત્ર મુજબ, હાલમાં પોલીસ ભરતીનું જે પરિણામ આવ્યું છે તેમાં, તેમજ વર્ગ-3ની અન્ય તમામ ભરતીઓમાં અનુચ્છેદ 335ની જોગવાઈનો ઉપયોગ કરી એસસી-એસટી કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ધોરણમાં ભારત સરકારનું ભરતી બોર્ડ SSC જેવી મહત્ત્વની પરીક્ષાઓ જેમકે SSC CHSL અને CGI વગેરેની પરીક્ષામાં જનરલ માટે મિનિમમ માર્ક્સ 30% છે.

આ સિવાય EWS અને OBC માટે 5%ની છૂટછાટ આપી 25% કરવામાં આવી છે. જેથી ગુજરાત સરકાર દ્વારા પણ ભારત સરકારની જેમ પોલીસ કોન્સ્ટેબલ, CCE માં તેમજ આવનાર રેવન્યુ તલાટી તેમજ વર્ગ-3ની અન્ય તમામ ભારતીઓ એસસી-એસટી કેટેગરીના ઉમેદવારોને 10% છૂટછાટ આપવામાં આવે એવી ખાસ ભલામણ કરી છે.
આ પણ વાંચો…ગુજરાત ભાજપમાં ફરી એકવાર જૂથવાદનો મુદ્દો ચર્ચામાં, પૂર્વ ધારાસભ્યનો પત્ર વાઈરલ