ગુજરાતના કયા 2 જિલ્લામાં પીવાના પાણીની સૌથી વધુ ફરિયાદ, જાણો વિગતો? | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ગુજરાતના કયા 2 જિલ્લામાં પીવાના પાણીની સૌથી વધુ ફરિયાદ, જાણો વિગતો?

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના બીજા દિવસે દાંતાના ધારાસભ્ય કાન્તીભાઈ કાળાભાઈ ખરાડીએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા માટેના હેલ્પલાઇન નંબર પર કેટલી ફરિયાદ મળી તેવો સવાલ ઉઠાવ્યો હતો. જેનો જવાબ આપતાં પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ કહ્યું, બંને જિલ્લામાં 3501 ફરિયાદ મળી હતી. આ તમામ ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

બનાસકાંઠના દાંતામાં સૌથી વધુ ફરિયાદ

પ્રધાને જણાવ્યું હતું કે બનાસકાંઠાના ભાભર તાલુકામાં 95, દાંતીવાડામાં 13, ડીસામાં 30, દિયોદરમાં 31, ધાનેરામાં 32, લાખણીમાં 17, પાલનપુરમાં 95, સુઇગામમાં 182, થરાદમાં 171, વાવમાં 479, દાંતામાં 910, અમીરગઢમાં 480, કાંકરેજમાં 40, વડગામમાં 38 મળી કુલ 2613 ફરિયાદ મળી હતી.

સાબરકાંઠા જિલ્લામાં ક્યાં મળી સૌથી વધુ ફરિયાદ

સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં 289, પ્રાંતીજમાં 14, તલોદમાં 114, વડાલીમાં 29, વિજયનગરમાં 52, ઇડરમાં 41, હિંમતનગરમાં 81, ખેડબ્રહ્મામાં 268 મળી કુલ 888 ફરિયાદ મળી હતી.

અહીં એ જણાવવાનું કે ગુજરાતમાં આ વર્ષે 100 ટકાથી વધુ વરસાદ વરસ્યા પછી પણ રાજ્યમાં પાણીનો પોકાર પડતો રહે છે, પરંતુ પ્રશાસનની નિર્ધારિત યોજનાનો જનતાને ફાયદો મળતો નથી. પીવાનું પાણી મળવાનું જનતાનો અધિકાર છે, પરંતુ ઉનાળાના દિવસોમાં પીવાના પાણી માટે વલખા મારવા પડતા હોય છે.

આ પણ વાંચો…ગુજરાતમાં પીવાના પાણીની ચિંતા નહીં: 64 જળાશયો પીવા માટે અનામત, ગયા વર્ષ કરતાં વધુ જળસંગ્રહ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button