
ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રધાનમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે કમલમ્, કોબા ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સંબોધન કર્યું હતું. સંબોધન બાદ જ્યારે તેમને રાજ્યમાં પ્રધાનમંડળનું વિસ્તરણ ક્યારે થશે તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ માત્ર સ્માઈલ આપી ઉભા થઈ ગયા હતા.
સંબોધન દરમિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે. સ્વદેશીના નારાને બુલંદ બનાવવો જરૂરી છે. મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયાથી ઈમ્પોર્ટરથી એક્સપોર્ટર બન્યા છે. ભારત આયાતકાર નહીં પણ નિર્યાતકાર દેશ બનશે. આત્મનિર્ભર ભારતના નારાને યુવા આગળ વધારશે. સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરી રહી છે. આત્મનિર્ભર અભિયાનને જન આંદોલન બનાવાશે. ખાદીનું વેચાણ વધીને 1.70 લાખ કરોડનું થયું છે. GSTના દરમાં ફેરફારથી દેશવાસીઓને મોટો ફાયદો થયો છે. મધ્યમ અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાની સરકારની નીતિ છે.
સી આર પાટીલે સંબોધન દરમિયાન કહ્યું, પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતનો નારો આપ્યો છે.આત્મનિર્ભર ભારતનો કાર્યક્રમ સતત ચલાવાશે. આત્મનિર્ભર ભારતની શરૂઆત ભાજપના કાર્યકર્તાઓ કરશે. આત્મનિર્ભરતાથી 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ છે. 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી અભિયાન ચલાવાશે. ભારતીય ઉત્પાદનો વેચવાનું દુકાનદારો ગર્વ અનુભવશે. આત્મનિર્ભર ભારતને જ જન આંદોલન બનાવાશે. વોકલ ફોર લોકલના કારણે સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ વધ્યું છે. મેક ઈન ઈન્ડિયાનું પીએમ મોદીએ આહવાન કરતા સ્વદેશી ઉત્પાદન વધ્યું છે. મોબાઈલનું ભારતમાં ઉત્પાદન વધ્યું છે. ભારત મોબાઈલની નિકાસ કરી રહ્યું છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, સ્વદેશી ટેકનોલોજીથી રેલવેનું વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે. આવતીકાલે અમૃત ભારત ટ્રેનને પીએમ લીલીઝંડી આપશે. દેશની નિકામાં સતત વધારો થઈ રહ્યો છે. સંરક્ષણ ક્ષેત્રે પણ ભારત સ્વનિર્ભર થઈ રહ્યું છે. નાગરિકોને સ્થાનિક ઉત્પાદનો ખરીદવા પ્રેરિત કરાશે. સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શનો યોજાશે. 65થી વધુ આત્મનિર્ભર રથ ફેરવવામાં આવશે. સુરતના 240 માર્કેટના વેપારીઓએ સ્વદેશીનો સંકલ્પ લીધો છે. સ્વદેશીના નારાને સોશલ મીડિયાના માધ્યમથી બુલંદ કરાશે.