ગાંધીનગર

વંદે માતરમ્ ગીતના 150 વર્ષ: ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે

ગાંધીનગર : ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ની 07 નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ગુજરાત પણ સહભાગી થશે. રાજ્યમાં તેની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવશે તેમ પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા પરિસર ખાતે યોજાશે. જેમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ “ના મૂળ સ્વરૂપનું સમુહગાન સાથે સ્વદેશીની શપથ ગ્રહણ પણ કરાશે.

સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત

પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્ર ગીત “વંદે માતરમ” ના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાંતણે બંધાઇ હતી અને એક નવી ઉંચાઇ હાંસલ કરી હતી. ભારતનું રાષ્ટ્ર ગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. ત્યારે રાષ્ટ્ર ગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની રાજ્યભરમાં ઉજવણી કરાશે.

આપણ વાચો: રાહુલ ગાંધીએ વરસાદમાં ભીંજાતા ગાયું રાષ્ટ્રગીત, સોશિયલ મીડિયા પર તસવીર વાઇરલ

સમુહગાન તથા સ્વદેશીની શપથ ગ્રહણ કરવામાં આવશે

તેમજ 7 નવેમ્બરના દિવસે રાજ્યના વિવિધ પ્રભારી મંત્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાઓ ખાતે, જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ખાતે તથા મેયરની ઉપસ્થિતિમાં મહાનગપાલિકાઓ ખાતે, જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડાની કચેરી તથા નગરપાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં તમામ નગરપાલિકાઓ ખાતે રાષ્ટ્ર ગીત “વંદે માતરમ” ના મૂળ સ્વરૂપનું સમુહગાન તથા સ્વદેશીની શપથ ગ્રહણ કરવામાં આવશે.

7 નવેમ્બર થી 26 નવેમ્બર દરમિયાન શાળા કોલેજોમાં પણ ઉજવણી

આ ઉપરાંત રાજ્યના પોલીસ બેન્ડ દ્વારા પાટનગર ગાંધીનગર તથા જિલ્લાના મુખ્ય મથકના જાહેર સ્થળોએ રાષ્ટ્ર ગીત “વંદે માતરમ્” તથા અન્ય દેશ ભક્તિના ગીતો આધારિત ધૂન પ્રસ્તુતિ કરાશે. તેમજ 7 નવેમ્બર થી 26 નવેમ્બર દરમિયાન સરકારી તથા ખાનગી યુનીવર્સીટીઓ, શાળાઓ અને કોલેજો, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળો ખાતે રાષ્ટ્ર ગીત ” વંદે માતરમ” ના મૂળ સ્વરૂપનું સમુહગાન સાથે સ્વદેશીની શપથ તથા કોલેજો ખાતે “વંદે માતરમ્@150 ” થીમ આધારિત સેમીનાર, વક્તૃત્વ સ્પર્ધા, ચર્ચાઓનું પણ આયોજન કરાશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button