ગાંધીનગર

કેન્દ્રીય કેબિનેટની ગુજરાતને ભેટ: સાણંદમાં 3300 કરોડના ખર્ચે સ્થપાશે સેમિ કંડકટર યુનિટ

ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ઇન્ડિયા સેમિકંડકટર મિશન અંતર્ગત ગુજરાતના સાણંદમાં વધુ એક સેમિકંડકટર યુનિટની સ્થાપનાની મંજૂરી આપી છે. આ પ્લાન્ટ કેયન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા 3300 કરોડના સૂચિત રોકાણ સાથે સ્થપાશે. રોજની 60 લાખ ચિપ્સનું ઉત્પાદન થવાની ક્ષમતા સાથેનો આ પ્લાન્ટ બનશે.

આ પણ વાંચો: આ વર્ષે ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાંથી મેમરી ચિપ બનાવવાનું શરૂ થશે: અશ્વિની વૈષ્ણવની જાહેરાત

આ હેતુસર 2023માં સાણંદમાં માઇક્રોનના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના માટે તેમણે આપેલી મંજૂરી બાદ ફેબ્રુઆરી 2024માં ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે અને સી.જી. પાવરને સાણંદમાં આ પ્રકારના પ્લાન્ટ માટે તેમણે મંજૂરી આપી છે. હવે કેયન્સ સેમિકંડક્ટર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતનો આ ચોથો પ્લાન્ટ સાણંદમાં સ્થપાશે. આના પરિણામે રોજગારીની તકો પણ વ્યાપક બનશે.

આ પણ વાંચો: Vibrant Gujarat: સાણંદમાં સેમીકંડક્ટર પ્લાન્ટથી ગુજરાતમાં 5000 નોકરીઓની તક: માઇક્રોન CEO

કેન્દ્ર સરકારે ભારતમાં સેમિકંડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વેગ આપવા રૂપિયા 76 હજાર કરોડની જોગવાઈ સાથે ઇન્ડિયા સેમિકંડક્ટર મિશન કાર્યરત કરેલું છે. અત્યાર સુધીમાં આ મિશન અન્વયે દેશમાં 3 ગુજરાતમાં અને 1 આસામમાં એમ 4 પ્રોજેક્ટસ સ્થાપવાની કામગીરી વેગવંતી બને છે આ બધા જ મિનિટ મળીને અંદાજે 1.50 લાખ કરોડના રોકાણ સાથે પ્રતિદિન 7 કરોડ ચીપ્સનું ઉત્પાદન થવાની સંભાવનાઓ છે.

Show More

Related Articles

Back to top button
દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance…