રાજ્યમાં આ ટેકનોલોજીની મદદથી કેન્સરના દર્દીઓની સારવારમાં આવશે ક્રાંતિકારી પરિવર્તન | મુંબઈ સમાચાર
ગાંધીનગર

રાજ્યમાં આ ટેકનોલોજીની મદદથી કેન્સરના દર્દીઓની સારવારમાં આવશે ક્રાંતિકારી પરિવર્તન

ગાંધીનગર: ગાંધીનગર સ્થિત એપોલો હોસ્પિટલ ખાતે આજે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્સરની સારવાર માટેના અદ્યતન ટ્રુબીમ લીનિયર એક્સિલરેટર મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ટ્રુબીમ 3.0 ટેકનોલોજીની મદદથી કેન્સરના દર્દીઓની સારવારમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે અને રોગનું ચોકસાઈપૂર્વક નિદાન વધુ સરળ બનશે.

શું છે આ મશીનની ખાસિયત

પ્રધાને વધુમાં જણાવ્યું કે આ મશીનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે રેડિયેશન ટ્રીટમેન્ટ દરમિયાન માત્ર કેન્સરની ગાંઠવાળા ભાગને જ લક્ષ્ય બનાવે છે, જેના કારણે શરીરના અન્ય સ્વસ્થ ભાગોને કોઈ નુકસાન થતું નથી. આ અદ્યતન ટેકનોલોજી દર્દીઓને વધુ સુરક્ષિત અને અસરકારક સારવાર પૂરી પાડશે.

આ પણ વાંચો: શું તમને ખબર છે ધૂમ્રપાનનું વ્યસન ન હોવા છતા પણ તમારા પર લટકે છે ફેફસાના કેન્સરની તલવાર…

ડોક્ટર્સના જણાવ્યા મુજબ શરીરના કોઈપણ મુવિંગ પાર્ટ્સમાં કેન્સરની ગાંઠ હોય ત્યારે પણ આવા મુવિંગ પાર્ટ્સ ની અંદર રેડીએશન આપવા પીન પોઇન્ટ કેલ્ક્યુલેટ કરી મૂળ જગ્યાએ થેરેપી આપવી આ ટેકનોલોજી દ્વારા સરળ બની રહેશે. એટલે ગુજરાત ભરમાંથી આવતા કેન્સરના દર્દીઓ માટે ઉત્તમ સારવાર સાથે સર્જરી માટે ટ્રુબીમ 3.0 ખૂબ જ ઉપયોગી સાબિત થશે‌.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button