રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; હવે પ્રાંત અધિકારી અને મામલતદારને નહિ ચૂકવાઈ મુસાફરી ભથ્થુ
ગાંધીનગર: ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને આપવામાં આવતા મુસાફી ભથ્થાને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે કલેક્ટર કચેરી કે અન્ય સરકારી કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને મુસાફરી ભથ્થુ સરકારે રદ્દ કર્યું છે. મહેસુલ વિભાગે કાયમી ભથ્થુ ચૂકવવાનો 2022 નો પરિપત્ર રદ્દ કર્યો છે.
આ પણ વાંચો: Gujarat સરકારની મોટી જાહેરાત, વર્ષ 2005 પહેલાના ફિક્સ પગાર કર્મચારીઓને મળશે OPSનો લાભ
2022નો પરિપત્ર કર્યો રદ
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકારે પ્રાંત અધિકારી અને મામલતદાર કક્ષાના સરકારી કર્મચારીઓ માટે નવો નિર્ણય લીધો છે. પ્રાંત અધિકારી અને મામલતદારને સરકારી કામકાજ માટે ફાળવેલ સરકારી પેટ્રોલ અને ડીઝલના વાહનો માટે કાયમી ભથ્થું ચૂકવવામાં આવતું હતું. મહેસુલ વિભાગે કાયમી ભથ્થું ચૂકવવાનો 2022નો પરિપત્ર રદ કર્યો છે.
લોગબુકનાં નિયમોનું કરવું પડશે પાલન
રાજ્ય સરકારના આ નિર્ણય બાદ હવે મામલતદાર અને પ્રાંત અધિકારીઓએ હવે લોગબુક અને તે માટેનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. ઉલ્લેખનીય છે કે સરકારી કામકાજ અર્થે ફાળવેલ વાહનોમાં કાયમી ભથ્થુ ચુકવાતું હતું. વાહનોમાં વપરાતા પેટ્રોલ-ડીઝલની કિંમત જોઈને દૈનિક ભથ્થુ આપવામાં આવશે.
પેટ્રોલ ડિઝલના ભાવોમાં થયેલ વધારા તથા દૈનિક ભથ્થાના દરોમાં થયેલો વધારી લક્ષમાં લઈ સરકારશ્રી બરા પ્રાંત અધિકારી અને મામલતદારો ચૂકવવામાં આવતા કાયમી મુસાફરી ભથ્થાના દરમાં વંચાણે લીધા કમ-(૧)માં દર્શાવેલ મહેસૂલ વિભાગના તા.૦૧/૦૧/૨૦૨૨ના ઠરાવથી સુધારો કરવામાં આવેલ છે.