ગુજરાતમાં આ 9 પ્રધાનોને કરી દેવાયા રવાના, કયા 7 પ્રધાનને રિપીટ કરાયા ?

ગાંધીનગરઃ ગુજરાત કેબિનેટના નવા 26 ચહેરાના સત્તાવાર નામ જાહેર થતાં એ પણ સ્પષ્ટ થયું છે કે ચૂંટણી બાદ જે 16 નેતાએ શપથ લીધા તેમાંથી નવ નેતાને પડતા મૂકાયા છે. આ નવ નેતાઓમાં ઘણા મોટા નામ પણ છે. આ સાથે મનરેગા કૌભાંડમાં જેમનું નામ બહાર આવ્યું હતું તે બચુ ખાબડને અપેક્ષા મુજબ પડતા મૂકાયા છે. નવ નેતામાં રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા, બચુ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિને પડતા મૂકાયા છે.
જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બનતા બહાર
કેનિબેટના 16 પ્રધાનમાંથી કુલ 10 પ્રધાન નવી કેબિનેટમાં નહીં હોય, જેમાં એક નામ સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્માનું પણ છે. તાજેતરમાં જ ભાજપે વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. ભાજપનો નિયમ છે એક વ્યક્તિને બે મોટા પદ આપવામાં આવતા નથી. વિશ્વકર્માએ હવે ગુજરાત ભાજપનું સૂકાન સંભાળ્યું છે, જેથી તેઓ પ્રધાનપદ પર નહીં રહે. જોકે તેમણે આવતીકાલે જ તેમનો બંગલો-ગાડી તમામ રાજ્ય સરકારને સોંપી દીધું હતું.
ક્યા પ્રધાનને રિપીટ કરાયા
ગઈકાલે તમામ 16 પ્રધાનના રાજીનામાં લેવામાં આવતા 2021માં રૂપાણી સરકાર સાથે થયું તેમ તમામ પ્રધાનને પડતા મૂકાશે અને એકદમ નવા ચહેરા આવશે તેવી અટકળો હતી, પરંતુ તેમ ન થતાં છ પ્રધાનને ફરી નવી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. હર્ષ સંઘવી, ઋષીકેશ પટેલ, મુકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળીયા, પરષોત્તમ સોલંકી અને પ્રફુલ પાનશેરીયા આજે ફરી શપથગ્રહણ કરી પ્રધાનપદે બેસશે. થોડી ક્ષણોમાં આ તમામ પ્રધાન શપથ લેશે.