ઇન્ટરનેશનલગાંધીનગર

World AIDS Day 2024: ગુજરાતમાં એઇડસના સંક્રમણમાં થયો આટલો ઘટાડો, જાણો નવા વર્ષની જાગરૂકતા થીમ

ગાંધીનગર: વિશ્વ એઈડ્સ દિવસ( World AIDS Day 2024) દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય એઇડ્સ નિયંત્રણ સોસાયટી (GSACS)ના સંયુક્ત પ્રયાસોથી રાજ્યએ એઇડ્સ નિયંત્રણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. NACOના આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં HIVના પ્રસારમાં ઘટાડો નોંધાયો છે. જે વર્ષ 2019માં 0.20 ટકા થી ઘટીને 2023માં 0.19 ટકા થઇ ગયો છે. જ્યારે 2019માં HIV સંક્રમણ દર લોકોમાં 6 વ્યક્તિથી ઘટીને વર્ષ 2023માં 4 વ્યક્તિ થયો છે.

આ પણ વાંચો: વિશ્વ એઈડ્સ દિવસ નિમિતે પ્રિવેન્સ ક્લબ દ્વારા માનવ સાંકળ અને સેમિનાર યોજવામાં આવ્યો હતો

HIV ચેપ દરમાં ઘટાડો

વિશ્વ એઇડ્સ દિવસ પર ગુજરાત રાજ્ય એઇડ્સ નિયંત્રણ સોસાયટી રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંસ્થા અને ગુજરાત સરકારના સહયોગથી એક વિશાળ જાગૃતિ અભિયાન શરૂ કરશે. આ વર્ષની થીમ ‘ટેક ધ રાઈટ પથ, માય હેલ્થ માય રાઈટ્સ’ છે. GSACS સાથેની ભાગીદારીમાં ગુજરાત સરકારે છેલ્લા સાત મહિનામાં 22.5 લાખથી વધુ લોકોને કાઉન્સેલિંગ, ટેસ્ટિંગ અને સારવાર સેવાઓ પૂરી પાડી છે. આ અભિયાનમાં સરકારી વિભાગો, ખાનગી કંપનીઓ, NGO અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગ જોવા મળશે.

325 શિબિરોનું આયોજન કરવામાં આવ્યું

GSACS અનુસાર 1 એપ્રિલ 2024થી 31 ઓક્ડોબર 2024 સુધી ગુજરાતમાં ઇન્ડેક્સ ટેસ્ટિંગ અભિયાન અંતર્ગત 91,550થી વધુ HIV-પોઝિટિવ લોકોની ઓળખ કરીને તેમને યોગ્ય માર્ગદર્શન અને તપાસ-સારવારની સેવાઓ આપવામાં આવી છે. આવી જ રીતે ઇન્ટિગ્રેટેડ હેલ્થ અભિયાન અંતર્ગત 325 શિબિર આયોજિત કરીને HIV,ટીપી, હેપેટાઇટિસ B&C અને STIની સ્ક્રિનીંગ અને ઉપચાર સેવાઓ આપવામાં આવી છે. સંકલિત આરોગ્ય ઝુંબેશ દ્વારા HIV,TB,હેપેટાઇટિસ B અને C અને STI માટે પરીક્ષણ અને સારવાર સેવાઓ પૂરી પાડતી 325 શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે

વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 1988માં થઈ હતી. આ દિવસનો હેતુ એઇડ્સ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને આ રોગચાળાને લગતા માનવ અધિકારોના ઉલ્લંઘનને સમાપ્ત કરવા માટે પ્રેરણા આપવાનો છે. ડબ્લ્યુએચઓ અનુસાર, જો લોકોના માનવ અધિકારોનું રક્ષણ કરવામાં આવે અને સમુદાયોને નેતૃત્વ આપવામાં આવે તો 2030 સુધીમાં એઇડ્સને જાહેર આરોગ્ય સમસ્યા તરીકે દૂર કરી શકાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button