ગાંધીનગર
રાજ્ય સરકારના વર્ષ 2025 ના કેલેન્ડરનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું…

ગાંધીનગરઃ ગુજરાત સરકારના વર્ષ 2025ના કેલેન્ડરનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. “સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ” થીમ પર તૈયાર કરવામાં આવેલા આ કેલેન્ડરમાં રાજ્યના વિવિધ 23 આઇકોનિક સ્થળોની નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો દર્શાવવામાં આવી છે.

ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતથી લઈને ગિફ્ટ સિટી અને દેશના પ્રથમ બુલેટ ટ્રેનના સૂચિત હબ એવા સાબરમતી સ્ટેશન જેવી આધુનિક માળખાકીય સુવિધા તેમજ દાંડી સત્યાગ્રહ અને પાલ દઢવાવ સ્મારકને પણ કેલેન્ડરમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.