હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને સરકારે શું સોંપી મોટી જવાબદારી? | મુંબઈ સમાચાર
ગાંધીનગર

હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને સરકારે શું સોંપી મોટી જવાબદારી?

ગાંધીનગરઃ રાજ્યના નવા પ્રધાનમંડળની રચના બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રવક્તા પ્રધાનોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના નીતિવિષયક નિર્ણયો અને મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી રજૂ કરવા માટે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીની પ્રવક્તા પ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

અગાઉની સરકારમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પ્રવક્તા પ્રધાન તરીકેની જવાબદારી સંભાળતા હતા. નવા પ્રધાનમંડળમાં ફેરફાર અને જવાબદારીની પુનઃવહેંચણીના ભાગરૂપે આ બંને પ્રધાનોની નિયુક્તિ કરવામાં આવી હતી.

આપણ વાચો: નૂતન વર્ષે નગરદેવીના શરણે CM ભૂપેન્દ્ર પટેલ: શ્રી ભદ્રકાળી મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા…

પ્રવક્તા પ્રધાન તરીકે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના કેબિનેટ નિર્ણયો, જાહેર નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી મીડિયા સમક્ષ રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવીને ગૃહ રાજ્ય પ્રધાન બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તરીકેનું પદ સોંપવામાં આવ્યું હતું. ત્યાર બાદ હવે તેમને રાજ્યના પ્રવક્તા પ્રધાન તરીકેની પણ વધારાની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. આ સિવાય જીતુ વાઘાણીને પણ ફરી એકવાર મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button