શમા પરવીન અલ કાયદાના ઇન્ડિયન મોડ્યુલની માસ્ટર માઈન્ડ, પાકિસ્તાન સાથે કનેકશન

ગાંધીનગર : ગુજરાત એટીએસે બેંગલુરુથી અલ-કાયદા સાથે સંકળાયેલી 30 વર્ષની શમા પરવીન નામની યુવતીની ધરપકડ કરી છે. તેની ધરપકડ બાદ અનેક ખુલાસા પ્રકાશમાં આવ્યા છે. જેમાં શમા પરવીન અલ કાયદાના ઇન્ડિયન મોડ્યુલની માસ્ટર માઈન્ડ હતી. તેમજ હાલમાં એટીએસે ધરપકડ કરેલા આતંકી સાથે પણ સબંધ ધરાવતી હતી. તેના પાકિસ્તાન સાથે કનેક્શન હોવાના પુરાવા પણ મળ્યા છે.
પાકિસ્તાન કનેક્શન પણ પ્રકાશમાં આવ્યું
આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે શમાનું પાકિસ્તાન કનેક્શન પણ પ્રકાશમાં આવ્યું છે. તે સોશિયલ મીડિયાના માધ્યમથી આતંકી વિચારધારાને પ્રોત્સાહિત કરતી હતી. ગુજરાત એટીએસે ચાર આતંકીઓની ધરપકડ બાદ મળેલી માહિતીના આધારે શમા પરવીનની બેંગલુરુના હેબ્બલમાંથી ભાડામાં મકાનમાંથી ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત એટીએસે બેંગલુરુથી અલ-કાયદા સાથે સંકળાયેલી શમા પરવીનની ધરપકડ કરી…
લોકો આતંકી ષડયંત્ર રચી રહ્યા હતા
ગુજરાત એટીએસે જયારે આ ચાર આંતકીઓની ધરપકડ કરી ત્યારે કહેવામાં આવ્યું હતું આ લોકો આતંકી ષડયંત્ર રચી રહ્યા હતા. આ આતંકીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી “ગજવા એ હિંદ” ની વિચારધારા ફેલાવીને હિંસાનું ષડયંત્ર રચી રહ્યા હતા
અલ-કાયદા મોડ્યુલમાં મહિલાની એન્ટ્રી
આ ઉપરાંત ભારતના અલ-કાયદા મોડ્યુલમાં મહિલાની એન્ટ્રીથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી છે. તેમજ આ યુવતીના પાકિસ્તાન ક્નેક્શનના પણ પુરાવા મળ્યા છે. શમા પરવીન મૂળ ઝારખંડની વતની છે. ગુજરાત એટીએસે શમા પરવીનની બેંગલુરુના હેબ્બલમાંથી ભાડામાં મકાનમાંથી ધરપકડ કરી હતી. એટીએસે તેની ધરપકડ કર્યા બાદ બેંગલુરુની સ્થાનિક કોર્ટમાં રજુ કરીને ટ્રાન્ઝિટ વોરંટ મેળવ્યા છે.
આ પણ વાંચો: માલીમાં અલ કાયદાના આતંકવાદીઓએ ત્રણ ભારતીયોનું કર્યું અપહરણ, ભારત સરકાર એક્શનમાં
અનેક નવા ખુલાસા પ્રકાશમાં આવી શકે
ગુજરાત એટીએસે ધરપકડ કરેલા પાંચ આતંકીઓની ધરપકડ કરી છે. તેમજ એટીએસ એક મોટા આતંકી ષડયંત્રનો સમયસર પર્દાફાશ કર્યો છે. તેમજ આગામી દિવસોમાં પૂછપરછ બાદ અનેક નવા ખુલાસા પ્રકાશમાં આવી શકે છે. આ ઉપરાંત એટીએસે હાલ 25 જેવા શંકાસ્પદ સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ શરુ કરી છે. તેમજ અત્યાર સુધી 62 એકાઉન્ટની તપાસ કરવામાં આવી છે. એટીએસ આ તમામ વિરુદ્ધ યુએપીએ અને અન્ય કાયદા હેઠળ કેસ દાખલ કર્યો છે.