ગાંધીનગર
રાષ્ટ્રીય એકતા દિવસઃ ગાંધીનગરમાં રન ફોર યુનિટીમાં નાયબ મુખ્ય પ્રધાન હાજર

ગાંધીનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અતિ ભવ્ય કાર્યક્રમો સાથે કેવડીયામાં ઉજવાઈ રહી છે ત્યારે ગાંધીનગરમાં પણ આ નિમિત્તે કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. અહીંના સેન્ટ્રલ વિસ્ટા ખાતે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રન ફોર યુનિટીમાં ભાગ લીધો હતો. અહીં આવેલા સરદાર વલ્લભભાઈની પ્રતીમાને ફૂલો અર્પણ કર્યા હતા. એકતા દિવસના શપથ પણ લોકોએ લીધા હતા .રન ફોર યુનિટી કાર્યક્રમમાં ગાંધીનગર કલેક્ટર અને મેયર પણ જોડાયા હતા.
હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સવારે સાડા સાત વાગ્યે રન ફોર યુનિટીનું આયોજન થયું હતું. જેમાં સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા. કલેક્ટરે જિલ્લાના રહેવાસીઓને એકતા અને અખંડિતતાના પર્વ નિમિત્તે પદયાત્રામાં જોડાવા અગાઉ આહ્વાન કર્યું હતું.
આ પણ વાંચો…લોખંડી પુરુષની 150 મી જયંતિ; વડા પ્રધાન-રાષ્ટ્રપતિ સહીત અગ્રણી નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી
 
 
 
 


