ગુજરાતમાં આગામી 6 જુન સુધી વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટાં આવશે

ગાંધીનગરઃ ગુજરાતમાં હવે ચોમાસુ બેસવાની તૈયારી છે, તેવામાં હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ગુજરાતમાં આગામી 6 જૂન સુધી વરસાદની આગાહી (Rain forecast) કરી છે. આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં બે દિવસ પહેલા રાત્રે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ (Ahmedabad) સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. વાવાઝાડોના કારણે અમદાવાદ અને મહીસાગરમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું.
આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
આજની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં વરસાદ થવાનો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને દાદરા નગર હવેલી સાથે સાથે દાહોદ, નર્મદા, છોટાઉદેપુર અને મહીસાગરના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સમયસર આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
જૂન મહિનાના પહેલા 15 દિવસ હળવો વરસાદ થશેઃ હવામાન વિભાગ
જૂન મહિના વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો, પહેલા 15 દિવસ હળવો વરસાદ થવાનો છે. જ્યારે 22 જૂને ભારે વરસાદ અને તારીખ 23મી જૂન અ0ને 24મી જૂન તથા 27મી જૂનથી 30મી જૂને રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસુ વહેલા બેસે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ હવામાન વિભાગના આંકડા પ્રમાણે ચોમાસુ રાબેતા મુજબ સમયસર જ બેસવાનું છે. જો કે, આ વર્ષે વરસાદ વધારે થશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ આગાહી પ્રમાણે દરિયા કિનારે આવેલા જિલ્લામાં આગાહી કરવામાં આવી હોચ ત્યાં માછીમારોને દરિયામાં ના જવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: ‘રાહુલ મને ગમતો નથી, જીવતો નહીં મુકું’: સાવકા પિતાએ આંગળિયાત પુત્રની કરી હત્યા, પોલીસે ઝડપ્યો