બહિયલમાં માતાજીનું અપમાન કરનારાને પોલીસે ઘરમાં ઘૂસીને ઝડપ્યાઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ દહેગામ તાલુકાના બહિયલ ગામમાં થયેલી હિંસામાં તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આરોપીઓને ઘરના દરવાજો તોડી ઝડપ્યાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે, બહિયલ ગામની ઘટનામાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઘણા આરોપીઓને પોલીસે બળજબરીથી તેમના ઘરોના દરવાજા તોડીને કસ્ટડીમાં લીધા હતી.
તોફાનીઓ પાસેથી નુકસાનની વસૂલાત પણ કરાશે
ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે સત્તાવાળાઓ દ્વારા તોફાનીઓ પાસેથી નુકસાનની વસૂલાત પણ કરવામાં આવશે. ગાંધીનગર પોલીસ કથિત તોફાનીની ધરપકડ કરવા માટે ઘરનો દરવાજો તોડી રહી હોય તેવો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
તોફાનીઓને ઘરોના દરવાજા તોડી ઝડપ્યા
સંઘવીએ જણાવ્યું કે, “બહિયલ ગામમાં તોફાનીઓએ ગરબા સ્થળ પર હુમલો કર્યો હતો, વાહનો અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું અને પથ્થરમારો કર્યો હતો. આ તોફાનીઓ, જેઓ તેમના ઘરોમાં, પાણીની ટાંકીઓ પર અને અલગ-અલગ જગ્યાએ છુપાયેલા હતા, તેમાંથી કોઈને પણ ગાંધીનગર પોલીસે છોડ્યા નથી. તોફાનીઓના ઘરોના દરવાજા તોડી પાડવામાં આવ્યા હતા અને સંડોવાયેલા દરેક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
આ રીતે શરૂ થયો હતો વિવાદ
ગામમાં મા અંબાની પ્રાર્થના કર્યા બાદ સંઘવીએ કહ્યું, “અમે તોફાનીઓ પાસેથી નુકસાનની કિંમત પણ વસૂલ કરીશું. અમે તેમને સીસીટીવી ફૂટેજમાંથી ઓળખીને દંડ કરીશું. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે અત્યાર સુધીમાં રમખાણો બદલ 60 થી વધુ લોકોની ધરપકડ કરી છે. ગાંધીનગર એસપી રવિ તેજા વાસમસેટ્ટીએ જણાવ્યું હતું કે, ચાલુ ટ્રેન્ડ I love Mohammad અંગે એક હિંદુ વ્યક્તિની સોશિયલ મીડિયા પોસ્ટથી લઘુમતી સમુદાય ઉશ્કેરાયો હતો, જેના કારણે આ હુમલો થયો હતો.”
આ પણ વાંચો…સલીમ સુરેશ બનીને આવે એ ફ્રોડ કહેવાય, લવ નહીંઃ હર્ષ સંઘવીના આકરા તેવર