ગાંધીનગર

પીએમ મોદી શનિવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 મી જાન્યુઆરીના રોજ “સોમનાથ સ્વાભિમાન પર્વ” માં સહભાગી થવા માટે આવી રહ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ પીએમ મોદી 10 જાન્યુઆરીએ સાંજે સોમનાથ પહોંચશે રાત્રે 8 વાગ્યે મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે. પીએમ મોદી રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો નિહાળશે તેમજ રાત્રી રોકાણ પણ સોમનાથમાં કરશે.

11 જાન્યુઆરીએ 10:15 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે

પીએમ મોદી બીજા દિવસે 11 જાન્યુઆરીએ 9:45 કલાકે શૌર્ય યાત્રામાં ભાગ લેશે. તેની બાદ સવારે 10:15 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. જયારે 11 કલાકે સોમનાથમાં જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે. આ સભા બાદ તેવો સોમનાથથી રાજકોટમાં કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં તેવો બપોરે 2 વાગ્યે રીજનલ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરાવશે. તેમજ તેની બાદ રાજકોટથી અમદાવાદ પહોંચશે. તેની બાદ પીએમ મોદી,
સાંજે 5:15 કલાકે મેટ્રો ફેઝ 2નું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર મેટ્રો ફેઝ 2નું ઉદ્ઘાટન કરશે. તેમજ રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવનમાં કરશે.

12 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે

જયારે પ્રવાસના અંતિમ અને ત્રીજા દિવસે અમદાવાદમાં 12 જાન્યુઆરીએ જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરશે. તેમજ સવારે 9:30 કલાકે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. જયારે તેની બાદ 10 વાગ્યે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે સવારે 11:15 કલાકે મહાત્મા મંદિર આવશે.તેમજ પીએમ મોદી મહાત્મા મંદિર ખાતે દ્વિ-પક્ષીય મુલાકાતો કરશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button