થઈ જાઓ તૈયાર : પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીમાં અરજી કરવાનો મળશે વધુ એક તક
ગાંધીનગર: સરકારી નોકરીની ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર છે. પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો માટે પોર્ટલ ખોલવામાં આવશે. જેનાથી અરજી કરવાથી વંચિત રહી ગયેલા ઉમેદવારોને અરજી કરવાનો લાભ મળશે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel) જાહેરાત કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ભરતી માટે ઉમેદવારોને વધુ એક તક મળશે. ઉમેદવારો માટે ભરતીની અરજી કરવા માટે પોર્ટલ ખુલશે.
આગામી તારીખ 16 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર 2024 દરમિયાન પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો માટે પોર્ટલ ખોલવામાં આવશે. પોર્ટલ ખૂલ્યા બાદ અરજીથી વંચિત રહેલા ઉમેદવારો પોર્ટલ માટે અરજી કરી શકશે. પોર્ટલ પર અરજી કરવાના બીજા રાઉન્ડ બાદ ઉમેદવારોની ચોમાસા બાદ પરીક્ષા લેવામાં આવશે.
આ પણ વાંચો : સૌરક્રાંતિથી ઝળહળ્યું ગુજરાત : રૂફટોપ સોલાર સીસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં પ્રથમ
પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, વર્ષ 2021માં લેવાયેલ LRD પરીક્ષામાં ગેરરીતિ કરનાર ઉમેદવારો સામે શિક્ષાત્મક પગલાંઓ ભરાયા છે અને આવા કુલ 37 ઉમેદવારોને 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવામાં આવ્યા છે. ગેરલાયક ઠરેલા ઉમેદવારો 3 વર્ષ દરમિયાન કોઈ પણ સરકારી ભરતીની પરીક્ષા માટે અરજી કરી શકશે નહિ. ગેરલાયક ઉમેદવારોના નામ અને કારણ સહિતની યાદી વેબસાઇટ પર મૂકવામાં આવી છે.
ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 9182 જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી 2024 માં કોન્સ્ટેબલ, PSI, સબ ઇન્સ્પેક્ટર અને ડ્રાઇવર જેવા પદો માટે કુલ 9182 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. ભરતીના નિયમો અનુસાર, 30 એપ્રિલ, 2023 સુધીમાં 12મી કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ ન હોય તેવા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે નહીં. જોકે, અમુક ખાસ પરિસ્થિતિઓમાં છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓને ફાયદો આપવામાં આવ્યો છે અને આગામી સમયમાં ભરતી માટેની ઓનલાઈન અરજી કરવા પોર્ટ ખોલવામાં આવશે.