
ગાંધીનગર: ગુજરાતમાં અત્યારે 33 જિલ્લા છે, ગુજરાત સરકાર જિલ્લાની સંખ્યા વધારવાનું આયોજન કરી રહી છે. અહેવાલ મુજબ બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરીને 34મો જિલ્લા બનાવવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવો રાજ્યને નવો જિલ્લો મળે તેવી (New District for Gujarat) શકયતા છે, અહેવાલમાં જણાવવામાં આવ્યું કે બનાસકાંઠાના વિભાજન અંગે કેબિનેટની બેઠકમાં મંજૂરી આપઈ છે. જો કે આ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવમાં આવી નથી, મુખ્ય પ્રધાન ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે.
ગુજરાતના નકશામાં થરાદ જિલ્લાને મળશે સ્થાન
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ (Vav THARAD)જિલ્લા તરીકે જાહેર કરવામાં આવશે. હાલ બનાસકાંઠામાં 14 તાલુકા છે, જો થરાદ નવો જિલ્લો બને તો તેમાં વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી તાલુકાઓનો સમાવેશ થશે. નવો જિલ્લો બનવાથી સરકારી કામ સરળતાથી થઈ શકશે.
Read This Also…ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે
નવી 9 મહાનગરપાલિકાને પણ અપાઈ મંજૂરી
9 કોર્પોરેશનને પણ રાજ્ય સરકારની મંજૂરી મળી છે મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી, આણંદ-નડિયાદ, પોરબંદરને મહાનગરપાલિકાઓને પણ રાજ્ય સરકારની મંજૂરી આપવામાં આવી છે